હોલિવૂડની બિનગોરી અભિનેત્રી નાઓમી હેરિસે એવો આક્ષેપ કર્યો હતો કે હોલિવૂડમાં બિનગોરા કલાકારોને નેગેટિવ રોલમાં વારંવાર રજૂ કરવામાં આવે છે. એકધારા સ્ટરિયોટાઇપ્ડ રોલ્સ આૅફર કરાય છે. મારે આવા રોલ નથી કરવા.
ઓસ્કાર વિજેતા આ અભિનેત્રીએ કે મને જે ફિલ્મ માટે ઓસ્કાર મળ્યો એ મૂનલાઇટમાં મેં મારા પાત્રને પોઝિટિવ રીતે રજૂ કરવાનો ભરચક પ્રયાસ કર્યો હતો.
૪૨ વર્ષની નાઓમીએ મૂનલાઇટ ફિલ્મમાં ડ્રગની બંધાણી મહિલાનો અને શિરોન (અભિનેત્રી એશ્ટન સેન્ડર્સ)ની માતાનો રોલ કર્યો હતો. એણે , મેં સદા જાહેરમાં કે હું નેગેટિવ હોય એવા સ્ટરિયોટાઇપ્ડ રોલ્સ કરવાની નથી. ડ્રગ એડિક્ટ અને વેશ્યાનો રોલ કરીને મેં પાત્રમાં મારી જાતને નીચોવી નાખી હતી. ઇટ્સ ઇનફ, મારે આવા Âસ્ટરીયો ટાઇપ્ડ નેગેટિવ રોલ હવે કરવા નથી.