Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા-ઇરાન વચ્ચે તંગદિલીઃ ટ્રમ્પે દૂતાવાસના અધિકારીઓને પરત બોલાવ્યા

અમેરિકા અને ઈરાન વચ્ચે ઉકળતા ચરૂ જેવી Âસ્થતિ થઈ ગઈ છે. સાઉદીના બે તેલ ટેન્કરો પર યુએઈના દરિયાકાંઠે હુમલા બાદ બંને દેશ વચ્ચે તંદગીલી ચરમસીમાએ પહોંચી છે. ઈરાને આ ઘટનામાં પોતાની ભૂમિકાને નકારતા વિદેશી શÂક્તઓનું ષડયંત્ર હોવાની સ્પષ્ટતા કરી છે. બંને દેશ વચ્ચે તનાવ વકરતા અમેરિકાએ ઈરાકના બગદાદ અને અર્બિલ ખાતે આવેલા તેના દૂતાવાસમાંથી અધિકારીઓને વતન પરત બોલાવવા આદેશ કર્યો છે. ટ્રમ્પ સરકારે બિન-કટોકટી અમેરિકી અધિકારીઓને સ્વદેશ પરત આવવા જણાવ્યું છે.
અમેરિકાના રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ યુએસના અખબારમાં છપાયેલા ઈરાન વિરુદ્ધ યુદ્ધના અહેવાલને રદીયો આપ્યો હતો. રિપોર્ટમાં જણાવાયું હતું કે અમેરિકાના ટોચના સુરક્ષા અધિકારીઓ ઈરાન સામે મુકાબલો કરવા મધ્ય પૂર્વમાં લગભગ ૧.૨૦ લાખ સૈનિકોને મોકલવાની યોજના પર વિચાર કરી રહ્યા છે. બાદમાં ટ્રમ્પે આવી કોઈ યોજના નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી. અમેરિકાએ ઈરાકમાંથી પોતાના અધિકારીઓને પરત બોલાવી લેતા ઈરાન સામે રાજદ્વારી દૃÂષ્ટએ કડક પગલાંના સંકેત આપ્યા છે.
છેલ્લા એક વર્ષમાં યુએસ અને ઈરાનના સંબંધો વધુ વણસ્યા છે. અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામા સરકારમાં ઈરાન સાથે થયેલી પરમાણુ સંધીને રદ કરી અને ઈરાન પર આકરા પ્રતિબંધો ફરી લાદ્યા હતા.

Related posts

શ્રીલંકા હુમલાનું કાશ્મીર કનેક્શન સામે આવ્યું, સેના પ્રમુખે કર્યો આ દાવો

Charotar Sandesh

ચીનની કંપની અલીબાબાને અમેરિકામાં પ્રતિબંધ કરવાની તૈયારીમાં ટ્રમ્પ…

Charotar Sandesh

ટ્રમ્પની ભારત મુલાકાત મુદ્દે પાક.માં ખળભળાટ, ઇમરાન બોલ્યોઃ ’અહીં પણ આવજો’

Charotar Sandesh