૨૦૨૦માં ભારતમાં ફીફા અંડર-૧૭ મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ યોજાવાનો છે. સુત્રો મુજબ વર્લ્ડ કપની કેટલીક મેચો અમદાવાદમાં પણ રમાશે, આંતરરાષ્ટય ફૂટબોલના સંચાલક મંડળ ફીફા સેમિફાઈનલ સહિતની કેટલીક મેચો અમદાવાદમાં યોજવા તૈયારી દર્શાવી છે. ફીફાની જરૂરિયાત અંગે ગાંધીનગરના અધિકારીઓ મદદ કરવાની તૈયારી બતાવી હતી. અમદાવાદમાં જા આ પ્રકારનું આયોજન થાય તો આંતરરાષ્ટય સ્તરની ફૂટબોલ ટૂર્નામેન્ટનું યજમાન બનશે.
‘ફીફા અંડર-૧૭ વૂમન્સ વર્લ્ડ કપ માટે ફીફાના રિપ્રઝેન્ટટેટીવ ગાંધીનગરમાં સચિવ સ્તરે મિટિંગ યોજી હતી. ત્યારબાદ તેમણે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સ્ટેડિયાની પણ વિઝિટ કરી હતી. હાલ આ અંગે પ્રાથમિક તબક્કે વિચારણા ચાલી રહી છે. ઉચ્ચ સ્તરીય નિર્ણય લીધા બાદ આગળની વધુ કાર્યવાહી થશે.