એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (એ. એફ. સી.)એ જાહેર કર્યું હતું કે પુરુષોની કોન્ટનેન્ટલ કપ સ્પર્ધામાં ફરજ બજાવવા માટે પહેલી વાર મહિલા રેફરી ટીમની નિમણૂક કરવામાં આવી છે.
જાપાનની રેફરી યોશિમી યામાશિટા અને તેની મદદનીશો મેકોટો બોઝોનો તથા નાઓમી ટેશિરોજી મ્યાનમારની યેનગોન યુનાઈટેડ અને કમ્બોડિયાની નેગા વર્લ્ડની ટીમો વચ્ચે થુવુના સ્ટેડિયમ ખાતે રમાનારી એ. એફ. સી. કપની મેચમાં કામગીરી બજાવશે.
એ. એફ. સી. કપ એ. એફ. સી. લીગથી ઊતરતી બીજી કક્ષાની સ્પર્ધા છે જેમાં મહિલાઓને અગાઉ ફક્ત મદદનીશ રેફરીની કામગીરી સોંપાતી હતી અને આૅસ્ટ્રેલિયાની સારાહ હો તથા એલીસન ફ્લીન ૨૦૧૪માં આ માન મેળવનાર પ્રથમ મહિલાઓ બની હતી.