આણંદ : શહેરના અમુલ ડેરી રોડ સ્થિત મોટી શાકમાર્કેટ પાસે આવેલી ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)આણંદની શાખામાં શુક્રવાર સવારે શોર્ટસર્કિટથી આગ લાગી હતી. આગ લાગતાં જ ફાયરનું એલાર્મ વાગતાની સાથે વાેચમેનેને મુખ્ય સ્વીચ બંધ કરી દેતાં આગ વધતાં અટકી ગઇ હતી. તેમજ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. સદ્દનસીબે કોઇ મોટી દુર્ઘટના કે જાનહાની થવા પામી ન હતી. જેમાં ડીઓવિંગને જોડતો લાકડાનું પાર્ટીશન સળગી ઉઠ્યું હતું. અને છત પર સામાન્ય નુક્સાન થવા પામ્યું હતું.