વૉશિંગ્ટનઃ અમેરિકાના વર્જીનિયા બીચ શહેરમાં શુક્રવારે સાંજે એક બંદૂકધારી શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ ઘટના નગરપાલિકાના કાર્યાલયમાં બની છે. જેમાં 12 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે પાંચ ઘાયલ થયા છે. પોલીસે આ હુમલાખોરને ઠાર માર્યો છે. મળતી માહિતી પ્રમાણે તે શહેરની એક સરકારી કચેરીમાં નોકરી કરતો હતો. ગન વાયલેંસને લઇને કામ કરી રહેલી વૉશિંગ્ટનની સંસ્થના અનુસાર અમેરિકામાં આ વર્ષે માસ શૂટિંગની 150 ઘટનાઓ બની છે. વર્જીનિયાના પોલીસ ચીફ જેમ્સ સર્વેરાએ જણાવ્યું હતું કે હુમલાખોર સ્થાનિક સમયાનુસાર સાંજે 5 વાગ્યે નગરપાલિકા કચેરીમાં ઘૂસ્યો અને અચાનક તેણે કર્મચારીઓ પર ગોળી વરસાવાની શરૂ કરી દીધી. હાલ, ગોળીબાર કરવા પાછળનો હેતુ સ્પષ્ટ થયો નથી. એફબીઆઇના અધિકારી પર તપાસ અર્થે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.