Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

સૌપ્રથમવાર મધમાખી ઉછેર કરનાર માંડવીના યુવાનને આત્મા એવોર્ડ મળ્યો…

  • પ્રથમ વખત મધમાખી ઉછેર કરનારની પસંદગી કરવામાં આવતા ટૂંક સમયમાં મધ પાલનની આવક મેળવી શકશે

માંડવી,
એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ આત્મા દ્વારા કચ્છમાં ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોનું સન્માન કરવામાં આવશે. જેમાં આ વર્ષે સમગ્ર જિલ્લામાંથી સૌપ્રથમ મધમાખી ઉછેર કરનારા માંડવીના મુલવ ગોસ્વામીની જિલ્લાકક્ષાએ બેસ્ટ ફાર્મ્સ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. એવોર્ડ સાથે રોકડ રકમ પણ અપાશે.
વર્ષ ૨૦૧૭-૧૮ માં કચ્છમાં સૌ પ્રથમવાર મધમાખી ઉછેર અને ખેડૂતોને વિશેષ તાલીમ આપી પાકમાં બમણો લાભ કેવી રીતે મેળવી શકાય તે માટે માંડવીના યુવાનને જિલ્લા કક્ષાનો બેસ્ટ ફાર્મરનો એવોર્ડ અને રોકડ પુરસ્કાર આપવા માટે પસંદગી કરવામાં આવી હોવાથી તેનું વિશેષ સન્માન એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ (આત્મા)ના થશે.
આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર કલ્પેશ ભાઈએ વિગત આપતા જણાવ્યું હતું કે, ફળ-ફળાદિ, શાકભાજી, પિયત આધારિત ખેતીમાં વિશેષ કામગીરી કરતા ખેડૂતોનું સન્માન કરીને તેમની તકનિકો અન્ય ખેડૂતો અમલ કરીને પાકમાં આધુનિકતા લાવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેમાં પ્રથમ વખત મધમાખી ઉછેર કરનારની પસંદગી કરવામાં આવતા ટૂંક સમયમાં મધ પાલનની આવક મેળવી શકશે.

Related posts

પરેશ ધાનાણીના ગઢમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની માત્ર બે મતથી જીત…

Charotar Sandesh

રાજ્ય સરકારની યોજના અંગે ધારાસભ્યને પણ ખબર નથી તો લોકોની તો વાત ક્યાં કરવી ?!

Charotar Sandesh

રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી…

Charotar Sandesh