Charotar Sandesh
સ્પોર્ટ્સ

ફીફા મહિલા વિશ્વકપ : સ્વીડનને ૧-૦થી હરાવી નેધરલેન્ડનો ફાઇનલમાં પ્રવેશ

પેરિસ,
ફ્રાન્સમાં રમાઇ રહેલી ફીફા મહિલા વિશ્વ કપમાં નેધરલેન્ડની ટીમ પ્રથમવાર ફાઇનલમાં પહોંચી ગઈ છે. બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં નેધરલેન્ડે સ્વીડનને ૧-૦થી પરાજય આપ્યો હતો. ટીમ માટે એકમાત્ર ગોલ જૈકી ગ્રોનેને એક્સ્ટ્રા ટાઇમમાં ૯મી મિનિટે કર્યો હતો. ફાઇનલ મુકાબલો ૭ જુલાઈએ નેધરેલન્ડ અને અમેરિકા વચ્ચે લિયો ઓલિમ્પિક સ્ટેડિયમમાં રમાશે.

નેધરલેન્ડનો આ બીજો ફીફા મહિલા વિશ્વ કપ છે. ડચ ટીમ પ્રથમ વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. તેનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન અમેરિકા સામે થશે. આ ટૂર્નામેન્ટમાં અમેરિકાએ સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડને ૨-૧થી પરાજય આપ્યો હતો.

ત્રીજા સ્થાન માટે ઈંગ્લેન્ડ અને સ્વીડન વચ્ચે મેચ રમાશે. આ મુકાબલો ૬ જુલાઈએ અલાયંજ રિવિએરા સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડનો સેમિફાઇનલમાં અમેરિકા સામે પરાજય થયો હતો. ૧૯૯૧થી અત્યાર સુધી અમેરિકા ત્રણ વખત ફીફા મહિલા વિશ્વ કપનું ટાઇટલ જીતી ચુકી છે. તે એક વખત રનર-અપ રહી છે. ૨૦૧૫મા અમેરિકાએ ફાઇનલમાં જાપાનને ૫-૨થી હરાવી ટાઇટલ જીત્યું હતું.

Related posts

ભારતમાં રમાનાર ફીફા અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપ ૨૦૨૦ રદ્દ…

Charotar Sandesh

આઇપીએલ જુલાઇ-સપ્ટેમ્બરમાં રમાય તેવી શક્યતા…

Charotar Sandesh

ટી-૨૦ સિરીઝ : સ્ટોઇનિસ બહાર, સ્મિથ, વોર્નરની ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી…

Charotar Sandesh