Charotar Sandesh
ઈન્ડિયા

બિહારમાં વરસાદી આફત : ભયંકર પૂર પ્રકોપ 24 લોકોના મોત : 25 લાખ લોકો અસરગ્રસ્ત

  • રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 26 ટીમો તૈનાત…

બિહારમાં ભારે વરસાદ વચ્ચે  નેપાળ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ આફત બન્યો છે નેપાળમાંથી બિહારમાં પ્રવેશતી કોશી નદી પણ ભયજનક સપાટીએ વહી રહી છે. ત્યારે વરસાદના પગલે 144 લાગુ કરી દેવામાં આવી હતી. સાથે જ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. સાથે બિહારમાં હાઇએલર્ટ પણ જાહેર કરાયું હતું. તો બિહારમાં પુરના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. બિહારના 12 જિલ્લાઓમાં આવેલ પુરના કારણે અત્યાર સુધીમાં 24 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 25 લાખ 66 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.

આપત્તિ સંચાલન વિભાગના જણાવ્યા અનુસાર, બિહારના 12 જિલ્લા જેમાં શિવહર, સીતામઢી, મુઝફ્ફરનગર, પૂર્વી ચંપારણ, મધુબની, દરભંગા, સહરસા, સુપૌલ, કિશનગંજ, અરરિયા, પૂર્ણિયા અને કટિહારમાં 24 લોકોના મોત થવાની સાથે 25 લાખ 66 હજારથી વધુની સંખ્યાને અસર પહોંચી છે. બિહારમાં પુરથી મરનારા 24 લોકોમાં સીતામઢીમાં 10, અરરિયામાં 9, કિશનગંજમાં 4 અને શિવહરના એક વ્યક્તિ સામેલ છે. બિહારમાં પુરથી પ્રભાવિત આ 12 જિલ્લાઓમાં કુલ 196 રાહત શિબિર ચલાવવામાં આવી રહી છે જ્યાં 1,06,953 લોકોએ આશરો લીધો છે. તેમના ભોજનની વ્યવસ્થા માટે 644 સામૂહિક રસોડું ચલાવવામાં આવી રહ્યું છે.

Related posts

શ્રીનગરના બાટામાલૂમાં અથડામણઃ ત્રણ આતંકીઓ ઠાર, એક જવાન ઘાયલ…

Charotar Sandesh

દક્ષિણ ભારતમાં ૯૭ ટકા વરસાદનું અનુમાન, કેરળમાં ચોમાસુ ૬ જૂને પહોંચે તેવી સંભાવના…

Charotar Sandesh

આજથી બેન્કિંગ સિસ્ટમમાં વધુ વખત જમા-ઉપાડ પર ચાર્જ ચુકવવો પડશે, જાણો વિગતવાર

Charotar Sandesh