Charotar Sandesh
ગુજરાત

અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશથી પક્ષમાં જ ભડકો : સોશ્યલ મિડિયામાં ભડાશ કાઢી…

અલ્પેશે વડાપ્રધાન મોદીને ગાળો આપી હતી તેનું આજે તમે સ્વાગત કર્યું..?

ગાંધીનગર,
કોંગ્રેસનો બળવાખોર નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં પ્રવેશ કરી ચૂક્્યો છે. જેના કારણે ભાજપમાં કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ અલ્પેશને લઇને સોશિયલ મીડિયામાં કાર્યકરોએ પોતાના દિલની વ્યથા ઠાલવી હતી. ભાજપના જે કાર્યકરો જાહેરમાં નથી બોલી શક્તા તેવા કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં પોતાની ભડાશ કાઢી હતી.
હાલ સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યકરોએ પોસ્ટ વાયરલ કરી છે કે, ‘ભાજપમાં નેતાઓ ખુટતા અલ્પેશ ઠાકોરને લીધો છે. તો બીજી બાજુ ભાજપને બિભત્સ વેણ બોલતા અલ્પેશનું સ્વાગત થયું છે. અગાઉ પણ ભાજપના ઠાકોર નેતાઓએ ઝ્રસ્ સુધી રજૂઆત કરીને પોતાના દિલની વાત જણાવી હતી. પરંતુ તેમનો કોઇ પ્રભાવ ભાજપના નેતાઓમાં પડ્યો નહોતો.

અલ્પેશના કેસરીયા કરવાથી ભાજપના જ કાર્યકરો નારાજ થયા છે. અને જાહેરમાં ન બોલી શકતા કાર્યકરોએ જુદા જુદા સોશિયલ સાઇટો પર પોતાની ભડાશ કાઢી હતી. કાર્યકરોએ તો એટલે સુધી જણાવ્યું કે, જે અલ્પેશ ઠાકોરે પીએમ મોદીને ગાળો આપી હતી, તેવા માણસનું આજે તમે સ્વાગત કરી રહ્યા છો.

અલ્પેશને લઇને ગુજરાતમાં વસતા પરપ્રાંતિઓમાં ભારે રોષ ભભૂક્્યો છે. શ્રામિકોના યુનિયનો પછી ઉત્તર ભારતીય વિકાસ પરિષદે પણ ભાજપને મત નહી આપવાની ચિમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં સિલસિલાબંધ પરપ્રાંતિયો પર હુમલાની ઘટનામાં જે ભાજપના નેતાઓ અલ્પેશને દોષી કહેતા હતા તે જ નેતાઓ ગુરૂવારે કમલમમાં કોંગ્રેસમાંથી પેરાશુટ ઉતારી, કેસરી ખેસ પહેરાવીને પવિત્ર કર્યો છે.

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટય પ્રમુખ શ્યામસિંઘે કે ”ગુજરાતમાં ભાજપ ઉપર અમને વિશ્વાસ હતો, એ જ ભાજપ ગરીબ, મજદૂર હિન્દીભાષીઓને મારી મારીને બહાર ભગાડનારાને ગંગાજળ છાંટી આરોપ ધોઈ આપે તેનાથી લાગણી દુભાઈ છે, હવે અમે ભાજપને મત નહી આપીએ. અમારા વતનમાં પણ ભાજપ સામે અભિયાન ચલાવીશુ.

Related posts

ગુજરાતના આયોજકોની ભાજપના પ્રદેશ પ્રમુખ સમક્ષ નવરાત્રિની મંજૂરી આપવા અંગે રજૂઆત…

Charotar Sandesh

શાર્પશૂટર ઇરફાન કોરોના પોઝીટીવ : ATSના અધિકારીઓ સહિત અનેક ક્વોરન્ટાઈન…

Charotar Sandesh

વડાપ્રધાને ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી મુસાફરી કરી

Charotar Sandesh