વડાપ્રધાન મોદીએ ૫૫મી વખત મન-કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધ્યા…
ન્યુ દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળમાં આજે બીજી વાર મન કી વાત કરી. પીએમે મન કી બાત માટે હંમશાની જેમ આ વખતે પણ સૂચનો મંગાવ્યા હતા. વડાપ્રધાન મોદીનો આ ૫૫મો રેડિયો કાર્યક્રમ છે જેના દ્વારા તેઓએ દેશવાસીઓને સંબોધિત કર્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બીજી વખત મન કી બાત કાર્યક્રમને સંબોધ્યો છે. જેમાં વડાપ્રધાને જમ્મુ-કાશ્મીર મુદ્દો, ચંદ્રયાન-૨ મિશનથી લઈને શિક્ષણ સંસ્થાઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચી વધારવા વિવિધ આયોજનો કરવાના વિષયનો ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે, ગત વખતે પણ મારા આગ્રહથી ઘણા લોકોએ પોતે વાંચેલા પુસ્તકો વિશે નરેન્દ્ર મોદી એપ પર જાણકારી આપી હતી. તમે વાંચતા લખતા રહો અને મનની વાતના સાથીઓને આ અંગે જણાવતા રહો. જળ સંરક્ષણ આજે મહત્વનો મુદ્દો છે. દેશભરમાં આ માટે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. રાંચીના કોરમામાં ગ્રામીણોએ શ્રમદાન કરીને પહાડથી પડતા ઝરણાને સંરક્ષણ કરીને એક ઉદાહરણ પુરુ પાડ્યું હતું. તમને જાણીને આનંદ થશે કે મિઝોરમ દેશનું પહેલું રાજ્ય છે, જેને પોતાની જળનીતિ તૈયાર કરી છે. હરિયાણા સરકારે ખેડૂતોને ઓછા પાણી વાળા પાક માટે પ્રેરિત કર્યા છે.
વડાપ્રધાને કહ્યું કે, તમને ચંદ્રયાન-૨ અંગે ગર્વ થઈ રહ્યો છે. ઘણા લોકોએ મને વાત કરવાનો આગ્રહ કર્યો હતો. અમે એસેટ મિસાઈલથી અંતરિક્ષમાં હુમલો કરવા અને તેનાથી બચવાની શકિત પણ હાંસિલ કરી છે. ચંદ્રયાન-૨ મિશન ઘણી રીતે મહત્વનું છે. જે આપણને ચંદ્ર વિશે ઘણી જાણકારી આપશે. ચંદ્રયાન-૨થી આપણને વિશ્વાસ અને નિર્ભયતા મળી છે. જે સમગ્ર રીતે ભારતીય મિશન છે. જેને સ્પષ્ટ કરી દીધું છે કે આપણા વૈજ્ઞાનિકો સર્વશ્રેષ્ઠ છે. તેમને રેકોર્ડ સમયમાં તેને લોન્ચ કર્યું છે અને અડચણો છતા તેનો સમય બદલ્યો નથી. મને વિશ્વાસ છે કે આ મિશન યુવાનોને વિજ્ઞાન માટે લોકોને પ્રેરશે. હવે આપણે હવે પ્ટેમ્બરમાં લેન્ડર અને રોવરના ઉતરવાની રાહ જોઈશું.
વડાપ્રધાન મોદીએ કહ્યું હ્તું કે, કાશ્મીરના લોકો વિકાસની મુખ્યધારા સાથે જોડાવા માટે તૈયાર છે. અધિકારીઓ ગામે ગામ જઈને સરકારી સેવાઓની માહિતી આપી રહ્યા છે.પંચાયતોને મજબૂત બનાવવાનું કામ કરાઈ રહ્યું છે. અધિકારીઓએ ૨ દિવસ અને એક રાત ગામમાં જ વિતાવી હતી. અધિકારી શોપિયા, પુલવામા અને કુલગામ જેવા સરહદ પર આવેલા ગામોમાં પહોંચ્યાહતા. કાશ્મીરના લોકો વિકાસનો સાથ માગે છે. ગોળા-બારુદ અને બંદૂકોથી નફરત ફેલાવવા વાળા પણ સફળ નહીં થાય.