Charotar Sandesh
બોલિવૂડ

દિયા મિર્ઝાના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું…

મુંબઈ,
બોલિવૂડમાં સતત કંઈને કંઈક ચોંકાવનારું બનતું રહે છે. હાલમાં સમાચાર આવ્યા છે કે એક્ટ્રેસ દિયા મિર્ઝાએ તેના ૧૧ વર્ષના સાથી સાહિલ સંઘાથી અલગ થઈ જવાનો નિર્ણય કરીને સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી છે. દિયા અને સાહિલે લાંબા સમયની મિત્રતા પછી ૨૦૧૪માં લગ્ન કરી લીધા હતા અને હવે આ લગ્નનો અંત આવી ગયો છે.
દિયાએ સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરતી વખતે કોઈ ખાસ કારણ નથી દર્શાવ્યું પણ તેને ટેકો આપનાર તમામ લોકોનો આભાર માન્યો છે. દિયાએ મેસેજ લખ્યો છે કે ’’૧૧ વર્ષ સુધી સાથે રહ્યા પછી અને એકબીજાના જીવનમાં ભાગીદાર બન્યા પછી મેં અને સાહિલે સેપરેટ થવાનું નક્કી કર્યું છે. અમે હંમેશા મિત્ર બની રહેશું અને એકબીજા પ્રત્યેનો પ્રેમ અને આદર જળવાયેલા રહેશે. અમારા રસ્તા હવે અમને અલગઅલગ દિશા તરફ લઈ જઈ રહ્યા છે પણ અમારો વચ્ચેનો ઋણાનુંબંધ અકબંધ છે. અમને ટેકો અને પ્રેમ આપનાર મિત્રો અને પરિવારજનોનો આભાર અને હવે અમે અમારી પ્રાઇવસી જાળવવાની વિનંતી કરી રહ્યા છીએ. અમે હવે આ મુદ્દે કોઈ કમેન્ટ કરવા નથી ઇચ્છતા. આભાર, દિયા મિર્ઝા અને સાહિલ સંઘા.’’

Related posts

જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘એટેક’ ની ટીમ પર થયો પથ્થરમારો…

Charotar Sandesh

’સત્યમેવ જયતે ૨’ની રિલીઝ ડેટની જાહેર, ફિલ્મ ’સનક’- ’મેરે દેશ કી ધરતી’ના પોસ્ટર રિલીઝ…

Charotar Sandesh

સોનુ સૂદે લોકોને મદદ કરવા ૧૦ કરોડ રૂપિયાની લોન લીધી…

Charotar Sandesh