‘અંધાધુન’ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રિય પુરસ્કાર મળ્યો…
ન્યુ દિલ્હી,
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ૬૬માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરી દીધી છે. પુરસ્કાર માટે નિર્ણાયકો પોતાનો રિપોર્ટ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને સોંપશે. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ અંધાધુનને મળ્યો છે. આયુષ્માન ખુરાના અને તબ્બૂ સ્ટારર આ ફિલ્મના ડાયરેક્ટર શ્રીરામ રાઘવને કર્યું છે. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ માટે રેવાની પસંદગી કરવામાં આવી છે. વડોદરાના લેખક રાહુલ ભોળેએ આ ફિલ્મના લેખક છે તેમજ તેમણે ડાયરેક્ટ પણ કરી છે.
આ ઉપરાંત ફિલ્મ પદ્માવતને શ્રેષ્ઠ કોરિયોગ્રાફી અને સંજય લીલા ભણશાલીને શ્રેષ્ઠ મ્યુઝિક ડાયરેક્ટરનો રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈકને શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોરનો ૬૬મો રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર થયો છે.