Charotar Sandesh
ગુજરાત

૨૦ લાખથી વધુ લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી…

નર્મદા ડેમ પાસે કેવડિયા નજીક બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકર્પણ કાર્ય બાદ હજુ તો એક વર્ષ પણ પૂર્ણ નથી થયું. ત્યારે અહીં આવનાર પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
હાલ ૧૪ ઓગસ્ટ ૨૦૧૯ સુધીની વાત કરીએ તો લગભગ ૨૦ લાખ ૩૫ હજાર પ્રવાસીઓનો આંકડો વટાવી ચૂક્યું છે.
હાલમાં ૨૦, ૩૫,૭૭૯ નોંધાયેલ પ્રવાસીઓ છે. જેને કારણે સરદાર પટેલ એક્તા ટ્રસ્ટને ૫૧,૮૬,૬૦,૩૯૮ રૂપિયાની આવક થઈ છે. ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ વધુ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકત લેશે એવી આશા હાલ તો સ્ટૅચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓને લાગી રહી છે. સરકાર દ્વારા પણ હાલ વધુમાં વધુ પ્રવાસીઓ આવે જે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અનેક પ્રોજેક્ટો બનાવમાં આવી રહ્યાં છે. જેમાં જોવા જઈએ તો સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન સહિતના પ્રોજેક્ટો બનાવવા આવી રહ્યા છે. જેનું લોકાર્પણ પણ લગભગ ૩૧ oct. ૧૯ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.

Related posts

૪૦% વાલીઓએ સંમતિ ન આપતા ધોરણ ૬થી ૮ના વર્ગોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી…

Charotar Sandesh

જાણો… ક્યારે અને કેમ આવી રહ્યા છે PM મોદી ગુજરાતની મુલાકાતે…??

Charotar Sandesh

છ પેટાચૂંટણી પર મતદાન પૂર્ણ : સૌથી વધુ થરાદમાં તો સૌથી ઓછુ અમરાઇવાડીમાં…

Charotar Sandesh