આણંદ,
ચાઈનામાં આયોજિત આંતરરાષ્ર્ટીય સ્તરની સ્પર્ધામાં રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતી વિશ્વમાં ભારત, ગુજરાત તથા આણંદનું નામ રોશન કર્યું છે તેવી શ્રી લજ્જા ગોસ્વામીનું બહુમાન માનનીય આણંદ લોકસભા સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા આણંદના જીટોડીયા ગામે વૈજનાથ મહાદેવ ખાતે કરવામાં આવ્યું હતું.
તેની આ સિદ્ધિને બિરદાવતા સાંસદ મિતેષ પટેલ એ શ્રી લજ્જા ગોસ્વામીને આજના યુવાનો તથા યુવતીઓ માટે યુથ આઇકોન ગણાવી હતી, તેમની સ્પર્ધાત્મક તૈયારી માટે તથા આગામી સમયમાં રાઇફલ શૂટિંગ ના કોચિંગ અન્ય યુવાનોને પણ મળે તે માટે ટ્રેનિંગ એકેડમી શરુ કરવા માટે પુરી મદદ કરવા માટેની સાંસદ એ પુરી તૈયારી બતાવી હતી.
- Jignesh Patel