Charotar Sandesh
ગુજરાત

પ મી સપ્ટેમ્બરથી શરૂ થતી જિયોની DTH સર્વિસ સોૈ પહેલા CM ના ઘરે શરૂ થશે…

પ મી સપ્ટેમ્બરથી દેશ ભરમાં શરૂ થઇ રહેલી રિલાયન્સ જિયો ફાઇબરની ડીટીએચ સર્વિસ અત્યારથી જ માર્કેટમાં ઉત્સુકતા લઇ આવવાનું કામ કર્યુ છે. પણ આ સર્વિસ તબક્કાવાર શરૂ થશે અને સમગ્ર દેશને કવર કરવામાં કદાચ હજી એકાદ વર્ષ જેટલો સમય લાગશે જોકે એ પછી પણ એટલું નક્કી છે કે ગુજરાતમાં આ સર્વિસ સોૈથી પહેલા એ વિસ્તારમાં શરૂ થશે જે વિસ્તારમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ  રૂપાણી રહે છે.

આ જિયોની ડીટીએચ સર્વિસ ગુજરાતમાં સોૈથી પહેલા વિજય રૂપાણીના નિવાસસ્થાને શરૂ થશે જેની માટેની ઓલમોસ્ટ તમામ કામગીરી પુરી થઇ ગઇ છે. અને વિજય રૂપાણીનું ગાંધીનગરનું મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન અને રાજકોટ ખાતેનું તેમનું પર્સનલ નિવાસસ્થાન આ આ બન્ને જગ્યાએ ડીટીએચ સર્વિસ સોૈથી પહેલાં શરૂ થશે.રિલાયન્સે ગુજરાતને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે જેની પાછળ અનેક કારણો છે. આ અનેક કારણોને લીધે જ આજે રિલાયન્સનું ઇન્વેસ્ટમેન્ટ પણ ગુજરાતમાં જ છે. ગુજરાત પ્રત્યેના આ સંબધોના કારણે ગુજરાતના મુખ્ય પ્રધાન સાથે પણ રિલાયન્સને ઘરોબો હોયએ સ્વભાવિક છે. આ જ કારણે મુખ્ય પ્રધાનને રિલાયન્સની સર્વિસ સોૈપ્રથમ મળે એવો પ્રયાસ રિલાયન્સે હંમેશા કર્યો છે.

Related posts

ગુજરાત ATS એ ૫૦ હથિયારો સાથે કરી ૧૩ લોકોની કરી ધરપકડ…

Charotar Sandesh

વાતાવરણમાં પલટાથી દરિયો તોફાની બન્યો, એક જહાજ અને બે બોટ ડૂબી

Charotar Sandesh

૪૦ જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલાશે

Charotar Sandesh