Charotar Sandesh
ગુજરાત

બુલેટ ટ્રેન ખોરંભે ચડી… ૨૦૨૨ સુધી પણ નહીં દોડી શકે…

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ-બુલેટ ટ્રેન પહેલાથી નિર્ધારિત સમયથી વિલંબમાં છે. ભારત સરકારના પ્રોગ્રેસ રિપોર્ટમાં ૧૯ ઓગસ્ટ સુધીમાં બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં માત્ર ૪૪ ટકા જ જમીનનું સંપાદન થયું છે. ખેડૂતોનાં વિરોધને કારણે બાકીની ૫૪ ટકા જમીન માટે સંપાદન અત્યંત અઘરું છે. આથી, વર્ષ ૨૦૨૨-૨૩ પહેલાં આ પ્રોજેક્ટ પાટા ઉપર ચઢે તેવી શક્યતા નહીવત હોવાનું કહેવાય છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત-મહારાષ્ટ્રમાં કુલ ૧૪૩૪.૪૦ હેક્ટર જમીનની આવશ્યક્તા છે. જેની સામે ગુજરાતના આઠ જિલ્લામાં ૨૪૩૮ પ્લોટમાં ૩૨૯.૩૫ હેક્ટર અને મહારાષ્ટ્રમાં બે જિલ્લામાં ૧૧૩ પ્લોટમાં ૯.૩૯ હેક્ટર જમીનનું જ સંપાદન થઈ શક્યું છે. મહારાષ્ટ્રમાં માત્ર ૩૬ ટકા જ જમીન ઉપલબ્ધ થયાનું રિપોર્ટમાં જણાવાયું છે.

વર્ષ ૨૦૧૯ના આરંભે આ પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલાં હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનને ગુજરાત સરકારે જૂન-૨૦૧૯ સુધીમાં સંપાદન પૂર્ણ કરી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ, સરકાર દક્ષિણ ગુજરાતમાં ચાલતાં ખેડૂતોનાં વિરોધને કારણે આ ડેડલાઈન ચૂકી ગઈ છે. મહેસૂલ વિભાગના દાવા મુજબ ખેડૂતોની માગણીઓ સંતોષવા ગત વર્ષે જમીન સંપાદન પેટે શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રમાં વળતર પેટે જંત્રીના બેવડા દરો ઉપરાંત વધારાની રકમ સાથે નવી ફોર્મ્યુલા અમલમાં મુકાઈ હતી. આમ છતાંયે ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ખેડૂતો સહમત થતા નથી. ખેડૂતો વર્ષ ૨૦૧૩માં યુપીએ સરકારે અમલમાં મૂકેલાં જમીન સંપાદન એક્ટ મુજબ વળતર ઈચ્છી રહ્યા છે. ગુજરાત સરકારે જમીન સંપાદન એક્ટમાં કેટલાક ફેરફાર કર્યા છે.

Related posts

હાર્દિક પટેલને દિલ્હીનું તેડુ આવતા તે દિલ્હી પહોંચ્યો : કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ સાથે મુલાકાત કરી

Charotar Sandesh

વડોદરામાંથી ગુજરાતને એક જ દિવસમાં રૂ. ૨૧ હજાર કરોડના વિકાસ કામોની ભેટ ધરતા PM નરેન્દ્ર મોદી

Charotar Sandesh

રાજ્યવ્યાપી અનાજ કૌભાંડનો પર્દાફાશ : આઠ કૌભાંડીઓની ધરપકડ…

Charotar Sandesh