Charotar Sandesh
મધ્ય ગુજરાત સ્પોર્ટ્સ

જમ્મુ-કાશ્મીરની ક્રિકેટ ટીમ વડોદરામાં આવી પહોંચી, ૧૦ દિવસ પ્રૅક્ટિસ કરશે…

વડોદરા : જમ્મુ-કાશ્મીરની રણજી ટીમ ગુરુવારે રાત્રે હવાઈ માર્ગે વડોદરા આવી પોહચી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાના નિર્ણય બાદ સલામતીના કારણોસર જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટ કેમ્પ બંધ કરવામાં આવ્યો હતો.
વડોદરામાં શુક્રવારથી જમ્મુ-કાશ્મીરની ટીમ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૧૦ દિવસ માટે પ્રૅક્ટિસ કરશે. કાશ્મીર રણજી ટીમના મેન્ટર ક્રિકેટર ઈરફાન પઠાણ અને કોચ મિલાપ મેવાડા છે. આ બંને વડોદરાના છે. જમ્મુ-કાશ્મીરમાં હજી જનજીવન સામાન્ય ન થતા ક્રિકેટનો કેમ્પ વડોદરા ખાતે ખસેડાયો છે.
ગુરુવારે રાત્રે હરણી વિમાન મથકે જમ્મુ-કાશ્મીરના ૨૭ ક્રિકેટર્સ સહીત સપોર્ટ સ્ટાફ વડોદરા આવી પહોંચ્યો હતો. જમ્મુ-કાશ્મીર ખેલાડીઓ આગામી રણજી સિઝન માટે તૈયારીઓ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર ટીમના કેપ્ટન પરવેઝ રસૂલે મડિયાથી અંતર રાખ્યું હતું.
તમામ ખેલાડીઓને વોલ્વો બસમાં ભાયલી ખાતે લઇ જવામાં આવ્યા હતા. મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલકોએ જમ્મુ-કાશ્મીર ટીમની પ્રૅક્ટિસ માટે કોઈ પણ ચાર્જ લીધો નથી. જોકે, જમ્મુ-કાશ્મીરની ટીમ વડોદરામાં આવી પહોંચતા આઈબી સહિતની સુરક્ષા એજન્સી સતર્ક થઇ ગઈ છે. આ ઉપરાંત પ્રેક્ટિસ દરમિયાન પોલીસની સુરક્ષા વ્યવસ્થા રહે તેવી શક્યતા છે. ૧૦ દિવસના પ્રેક્ટિસ સેશન દરમિયાન જમ્મુ-કાશ્મીર ટીમના ખેલાડીઓ લક્ષ્મી વિલાસ પેલેસ અને સ્ટૅચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી પણ શક્યતાઓ છે.

Related posts

બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ફરી લેવાની એનએસયુઆઈની માંગ…

Charotar Sandesh

ટોકિયો ઑલિમ્પિકમાં ફિટ રહેવા હું જાતે સ્પર્ધાઓની પસંદગી કરીશ : સિંધુ

Charotar Sandesh

૨૦૧૧ વર્લ્ડકપ સેમી ફાઇનલની ટિકિટ માટે આફ્રિદી-અખ્તરે મદદ કરી હતીઃ આશિષ નેહરા

Charotar Sandesh