Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

જિલ્લા કલેક્ટરના આદેશ બાદ પાલિકાની ટીમ દ્વારા દુષિત પાણીની પાઈપનો નિકાલ કરાયો…

અમુલ ડેરી દ્વારા વેસ્ટેજ દુર્ગધ મારતું પાણી છોડવા માટે બનાવેલ પાઈપલાઈનનો નિકાલ કરાયો…

આણંદના તુલસી ગરનાળા નજીકના કાંસમાં અમૂલ દ્વારા ગેરકાયદે પાઇપ લાઇન જોડાણ કરીને દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાની સ્થાનિક જાગૃતજનો દ્વારા છેલ્લા ઘણા દિવસથી તંત્રને રજૂઆતો કરવામાં આવતી હતી.

જો કે આ મામલે તંત્ર દ્વારા કાર્યવાહી ન થતાં તાજેતરમાં સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર દ્વારા રજૂઆત કરી હતી.જેથી કલેકટરના હુકમના પગલે આણંદ પાલિકાની ટીમે આજે જેસીબી દ્વારા કાંસમાં ઊંડુ ખોદકામ કર્યુ હતું. જેમાં ઉંડેથી પાણી નિકાલની પાઇપ મળી આવતા તેને હટાવી દેવાઇ હતી. આ સ્થળે પાલિકાની ટીમ દ્વારા ચણતર કરાયું હતું. તુલસી ગરનાળા વિસ્તારના સ્થાનિકો દ્વારા અમૂલના દૂષિત પાણી નિકાલની પાઇપલાઇન સામે રોષ વ્યકત કરીને તંત્રને અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી.

કલેકટર દિલીપ રાણાના હુકમના પગલે આણંદ પાલિકાની ડ્રેનેજ વિભાગની ટીમ જેસીબી મશીન સાથે કાંસ પર પહોંચી હતી.જયાં સ્થાનિકોએ બતાવેલ સ્થળે પંદર ફૂટથી વધુનું ખોદકામ કરાતા અંદરથી દૂષિત પાણી નિકાલ માટે અમૂલ દ્વારા નંખાયેલ પાઇપ લાઇન મળી આવી હતી. જેસીબી દ્વારા સમગ્ર પાઇપલાઇનને તોડી નાંખવામાં આવી હતી. ત્યારબાદ ખાડાની બંને સાઇડે ઇંટો, સિમેન્ટ દ્વારા ચણતર કરીને સીલ મારી દેવાયું હતું. આ અંગે પાલિકાના ઉપપ્રમુખ અમીબેન દણાંકે જણાવ્યું હતું કે, તુલસી ગરનાળા પાસેથી પસાર થતા કાંસમાં અમૂલ દ્વારા ટ્રકો ધોવા સહિતનું ગંદુ પાણી પાઇપલાઇન દ્વારા નિકાલ કરાતું હતું. આ અંગે રજૂઆતો મળતા અમે પ્રયાસ કરવા છતાંયે સમસ્યાનું નિરાકરણ કરાતું ન હતું. આથી આજે પાલિકાની ટીમ દ્વારા દૂષિત પાણી નિકાલની પાઇપને તોડી નાંખવામાં આવી હતી.

Related posts

અલારસા ગામમાં તળાવમાંથી મળેલ શિવલિંગને લઈ શ્રદ્ધાળુઓએ ભવ્ય શિવ મંદિર નિર્માણનો સંકલ્પ કર્યોં

Charotar Sandesh

ડાકોર મંદિરના ભોજનાલયનો કોન્ટ્રાક્ટર વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો…

Charotar Sandesh

આણંદના બાકરોલ ખાતે આદર્શ નિવાસી શાળા કન્યા-કુમાર છાત્રાલયો સંકુલ ૧-ર અને પી.જી. નવીન મકાનોનું E-લોકાર્પણ

Charotar Sandesh