Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો ૧૬ સપ્ટે.થી લાગુ થશે : દંડમાં રાહત…

કડક ટ્રાફિક નિયમો માત્ર પ્રજાની સુરક્ષાના હેતુસર લાગૂ કરાયા છેઃ રુપાણી

નવા મોટર-વ્હિકલ એક્ટની ૫૦ કલમોમાં સુધારો કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર,
કેન્દ્ર સરકારેએ તાજેતરમાંજ મોટર-વ્હિકલ એક્ટરમાં સુધારો કરી અને નવા નિયમો બહાર પાડ્યા છે. આ મામલે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની ૫૦ કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે રાજ્યમાં મોટર-વ્હિકલ એક્ટના નવા નિયમોનો અમલ ૧૬મી સપ્ટેમ્બરથી થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું,“ કેન્દ્ર સરકારે નવા કાયદામાં સુધારો વધારો કરવા માટે અને માંડવાળની રકમમાં ઘટાડો કરવાની સત્તા રાજ્ય સરકારોને આપી હતી. અમે રાજ્યની હાઇપાવર કમિટીએ નક્કી કર્યુ છે કે કેટલાક ગુનામાં દંડની રકમમાં ઘટાડો કરવામાં આવશે.”

નવા નિયમો :
– લાયસન્સ, વીમો, PUC, RC બુક ન હોય તો પ્રથમ વખત રૂ.૫૦૦ દંડ
– લાયસન્સ, વીમો, PUC, RC બુક ન હોય તો બીજી વખત રૂ.૧૦૦૦ દંડ
– અડચણરૂપ પાર્કિંગ પ્રથમ વખત રૂ.૫૦૦, બીજી વખત રૂ.૧૦૦૦ દંડ
– કાચ પર ડાર્ક ફિલ્મમાં પ્રથમ વખત રૂ.૫૦૦, બીજી વખત રૂ.૧૦૦૦
– ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પ્રથમ વખત રૂ.૫૦૦, બીજી વખત રૂ.૧૦૦૦
– હેલ્મેટ ન પહેર્યું હોય તો રૂ.૫૦૦ દંડ
– સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો રૂ. ૫૦૦નો દંડ
– બાઈક પર ૩ સવારી રૂ.૧૦૦ દંડ
– ભયાનક રીતે વાહન ચલાવવું થ્રી વ્હીલર રૂ.૧૫૦૦, ન્સ્ફ રૂ.૩૦૦૦ દંડ
– ઓવરસ્પીડમાં ટુ, થ્રી વ્હીલર અને ટ્રેક્ટરને રૂ.૧૫૦૦ દંડ
– ઓવરસ્પીડમાં લાઈટ મોટર વ્હીકલને રૂ. ૨૦૦૦, અન્યને રૂ.૪૦૦૦નો દંડ
– લાયસન્સ વગર ટુ અને થ્રી વ્હીલરને રૂ.૨૦૦૦, ફોર વ્હીલરને રૂ.૩૦૦૦ દંડ
– રજિસ્ટ્રેશન વગરના વાહનને ટુ વ્હીલરમાં રૂ.૧૦૦૦, થ્રી વ્હીલર ૨૦૦૦
– રજિસ્ટ્રેશન વગરના વાહનને ફોર વ્હીલરને ૩૦૦૦, અન્યને રૂ.૪૦૦૦ દંડ
– ટુ વ્હીલરમાં પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત નહીં
-ડિજિટલ ડાયરીમાં ડોક્યુમેન્ટ પુરાવા તરીકે માન્ય રહેશે

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આ દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે ઇર્‌ં જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પુરા પાડવાના રહેશે. આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. જેમની પાસે આ દસ્તાવેજો ડિજિટલી સાથે હશે તેને પોલીસ કે આર.ટી. ઓ દંડ નહીં કરી શકે.
રૂપાણીએ વધુમાં જણાવ્યું કે સરકારને દંડમાં રસ નથી પરંતુ સામાન્ય માણસને કાયદાનું પાલન કરાવવા માટે આ નિયમનો આકરો અમલ કરાવવામાં આવશે. મારી ઇચ્છા તો એવી છે કે સરકારને એક પણ રુપિયાનો દંડ ન મળે અને લોકો સતત કાયદાનું પાલન કરે.
વિજય રૂપાણીએ વધુમાં ઉમેર્યુ કે જો તમે હાર્લે ડેવિડ્‌સન કે લેમ્બોર્ગિની ચાલક છો તો પણ તમારે સ્થાનિક સ્પીડના નિયમોનું પાલન કરવું પડશે. આ વાહનોમાં તેમના ઉત્પાદક દેશોના રસ્તાઓ અને સ્પીડને ધ્યાનમાં રાખી પાવર આપવામાં આવતો હોય છે પરંતુ આપણાં દેશમાં આ સ્પીડ લાગુ પડતી નથી તેથી આવા હેવી સ્પીડ ધરાવતાં વાહનોના ચાલકોએ પણ તેનો કડક અમલ કરવો પડશે.
રૂપાણીએ ઉમેર્યુ કે આ નિયમોનું પાલન કરાવવા માટે ઠેરઠેર પોલીસ અને આર.ટી.ઓ ચેકિંગ કરશે અને સ્થળ પર સમાધાન શુલ્ક પાવતી આપશે, જ્યારે ઈ-ચલણ એક અલગ વ્યવસ્થા છે. ઈ-ચલણોનો અમલ સતત થતો રહેશે.

Related posts

મામા ભાણીના સબંધને કલંક લગાડતી ઘટના : ખુશીનો હત્યારો મામો જ નીકળ્યો…

Charotar Sandesh

૨૧ જૂને મુખ્યમંત્રીના નિવાસ સ્થાનેથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે…

Charotar Sandesh

લોકોનાં આરોગ્ય સાથે ચેડાં..૮ ડેરી એકમોના દૂધનાં સેમ્પલો ફેઇલ

Charotar Sandesh