Charotar Sandesh
બોલિવૂડ

હું એનઝાઇટીનો ભોગ બની છું : શ્રદ્ધા કપૂર

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શ્રદ્ધા કપૂરે ઘણા ચઢાવ-ઊતાર અનુભવ્યા છે. અભિનેત્રીએ એક બીમારીનો ભોગ બની ગઇ છે, જેનું કારણ તેને લાંબા સમય પછી તે જાણી શકી.
શ્રદ્ધાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ”મને શરીરમાં સતત દુખાવો રહેતો હતો. મેં વિવિધ મેડીકલ તપાસ કરાવી હતી પરંતુ દુખાવાનું કારણ પકડાતુ નહોતું. પછીથી મારા ધ્યાનમાં આવ્યું કે હું એનઝાઇટીનો ભોગ બની ગઇ છું. જોકે મને હવે આ રોગ સામે લડતા આવડી ગયું છે. હું મારી દરેક પરિસ્થિતિમાં ખુશ રહું છે, જીવનમાં જે પણ આવે છે તેને સ્વીકારી લઉં છું.”
શ્રદ્ધા બોલીવૂડમાં સતત વ્યસ્ત રહેનારી અભિનેત્રી છે. તે એક પછી એક ફિલ્મો સાઇન કરતી જાય છે. હાલ જ તેની ‘છિછોરે’ રીલિઝ થઇ છે. આ બાદતે ‘સ્ટ્રીટ ડાન્સર ૩ડી, બાગી ૩માં જોવા મળશે.

Related posts

Indian Idol : ઉત્તરાખંડના પવનદીપ રાજને જીત્યો ઈન્ડિયન આઈડલ-૧૨નો ખિતાબ

Charotar Sandesh

‘પાગલપંતી’નું ધમાકેદાર ‘ઠુમકા’ ગીત રિલીઝ…

Charotar Sandesh

સલમાન ખાનની ‘કભી ઈદ કભી દિવાલી’ ૨૦૨૧માં ઈદ પર રિલીઝ થશે…

Charotar Sandesh