Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઇન્ડિયા-એ અને દ.આફ્રિકા-એ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રો…

પ્રિયાંક પંચાલે ફર્સ્ટ ક્લાસમાં ૨૧મી સદી ફટકારી…

મૈસૂર,
ઇન્ડિયા-A અને દક્ષિણ આફ્રિકા-A વચ્ચેની મૈસુર ખાતેની બીજી ટેસ્ટ ડ્રો રહી હતી. પ્રથમ દાવમાં ૧૭ રનની લીડ મેળવ્યા પછી ઇન્ડિયા-છએ બીજા દાવમાં ૩ વિકેટ ગુમાવીને ૨૦૨ રન કર્યા હતા. ત્યારે બંને ટીમોએ અંતિમ દિવસે માત્ર એક સેશન જેટલી રમત બાકી હોવાથી ડ્રો માટે હાથ મિલાવ્યો હતો. યજમાન ટીમ માટે ઓપનર પ્રિયાંક પંચાલે બેટ વડે શાનદાર પ્રદર્શન કરતા ૧૦૯ રનની ઇનિંગ્સ રમી હતી.
ટીમ ઇન્ડિયામાં લાંબા સમયથી ઓપનરની ભૂમિકા માટે પોતાની દાવેદારી રજૂ કરનાર પ્રિયાંકે ફરી એકવાર બેટ વડે સારું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૬ રને આઉટ થયા પછી પ્રિયાંકે બીજી ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. તેણે ૧૯૨ બોલમાં ૯ ચોક્કા અને ૪ છગ્ગાની મદદથી ૧૦૯ રન કર્યા હતા. તેમજ પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરની ૨૧મી સદી ફટકારી હતી. તેનો સાથ આપતા કરુણ નાયરે અણનમ ૫૧ અને અભિમન્યુ ઈશ્વરને ૩૭ રનનું યોગદાન આપ્યું હતું.
વનડે સીરિઝમાં ૧-૪ અને તેમજ પ્રથમ ટેસ્ટ ૭ વિકેટે ગુમાવ્યા પછી દક્ષિણ આફ્રિકા-Aની ટીમે પહેલી વાર સીરિઝમાં ફાઇટ આપી હતી. તેઓ પ્રથમ ટેસ્ટમાં બંને દાવમાં અનુક્રમે ૧૬૪ અને ૧૮૬ રનમાં ઓલઆઉટ થયા હતા. તેમના માટે એડન માર્કરમે ૧૬૧ રનની ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ તે ભારત વિરુદ્ધ ઓપનિંગ કરે તે લગભગ નક્કી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ ૨ ઓક્ટોબરના રોજ વિશાખાપટ્ટનમ ખાતે રમશે.

Related posts

ઇજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા ઇંગ્લેન્ડ સામેની સમગ્ર ટેસ્ટ સિરીઝમાંથી બહાર…

Charotar Sandesh

ગાંગુલી માટે મને ખૂબ માન છે, જેને ન સમજાય તેની મને કોઈ પરવા નથી : રવિ શાસ્ત્રી

Charotar Sandesh

ટીમમાં ઓપનિંગ કરવા મારે કરગરવું પડ્યું હતું : તેંદુલકર

Charotar Sandesh