USA : નરેન્દ્રભાઇએ હ્યૂસ્ટનમાં સંબોધન કર્યા બાદ વૈશ્વિક મીડિયાએ તેની નોંધ લીધી છે. બીસીસી ન્યૂઝે પીએમ મોદીની રેલીને ઐતિહાસિક ગણાવી છે. બીબીસી બાદ સીએનએન ન્યૂઝે પીએમ મોદી અને ટ્રમ્પની દોસ્તીના અહેલાવને પ્રસિદ્ઘ કર્યો છે.
જયારે ગાર્ડિયન ન્યૂઝમાં કહેવામાં આવ્યુ હતુ કે, હાઉડી મોદીમાં ભારત અને અમેરિકા વચ્ચેનો ટ્રેડ વોર જોવા મળ્યો નથી. બન્ને દેશના વડાએ એક સાથે મંચ શેર કરતા દુનિયામાં મેસજે ગયો કે, દુનિયાના સૌથી મોટા બે લોકશાહી ધરાવતા દેશ મિત્ર છે. ગાર્ડિનય બાદ ન્યૂયોર્ક ટાઈમ્સમાં પણ પીએમ મોદી અને ટ્રમ્પની રેલીના અહેવાલને પ્રસિદ્ઘ કરવામાં આવ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલમાં કહેવામાં આવ્યુ કે, આ કાર્યક્રમ ભારત અને અમેરિકાનો તહેવાર હતો.
- Nilesh Patel