યુનાઇટેડ નેશન્શમાં અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિકીએ કાર્યક્રમને બિરદાવ્યો…
USA : યુનાઇટેડ નેશન્શ ખાતેના અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિકી હેલીએ તાજેતરમાં હયુસ્ટન મુકામે યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમની પ્રશંસા કરી છે. તેમણે આ કાર્યક્રમના કારણે ભારત તથા અમેરિકા વચ્ચેના સંબંધો વધુ દૃઢ બન્યા હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સુશ્રી નિકી હેલી ભારતના પંજાબના વતની છે. તથા અમેરિકાના વહીવટી તંત્ર કેબિનેટમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ભારતીય છે.
- Yash Patel