સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉમાં વીર સન્માન રથ યાત્રાને લીલી ઝંડી આપ્યા બાદ જનસભામાં સંબોધન કર્યુ હતુ. અખિલેશે કÌš કે ભાજપના નેતાઓ કહે છે કે જ્યાં સુઘી અમારી સરકાર છે ત્યા સુધી દેશની સરહદ સુરક્ષિત છે. પરંતુ સપાનું માનવુ છે કે દેશની સરહદ પર જ્યાં સુધી જવાન છે ત્યા સુધી સુરક્ષિત છે.
દેશમાં સરકાર આવે અને જાય છે. પરંતુ સરહદની રક્ષા સેનાના જવાન કરે છે. અખિલેશ યાદવે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે ભાજપના નેતાઓ સેનાના નામે સતત રાજનીતિ કરી રહ્યા છે. ગત દિવસે પૂર્વ સૈનિકોએ પણ આ મામલે રાષ્ટÙપતિને પત્ર લખીને આ મામલે રજૂઆત કરી હતી.