Charotar Sandesh
ઈન્ડિયા

ઇસરો ગગનયાન બાદ પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે : ઇસરો ચીફ

ન્યુ દિલ્હી : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના બીજા મૂન મિશન ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્ડરનું ખરાબ લેન્ડિંગ બાદ દેશની સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થાનના પગલાં થોભી ગયા છે. હવે તેઓ એવું મિશન કરવા જઇ રહ્યા છે જે તેમણે આજ સુધી કર્યું નથી. ઇસરોના ચીફ ડો.કે.સિવને કહ્યું હતું કે ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે. સ્પેસ સ્ટેશન બનાવા માટે સૌથી જરુરી બે અંતરીક્ષયાનો કે સેટેલાઇટ કે ઉપગ્રહોને પરસ્પર જોડવા. આ મિશન ખૂબ જ જટિલ છે. તેના માટે અત્યાધુનિક નિપુણતાની જરુરિયાત હોય છે.
ઇસરોના ચીફ ડો.કે.સિવને કહ્યું કે આ એવું જ છે જેવું કોઇ ને બનાવા માટે આપણે એક ઇંટથી બીજી ઇંટને જોડીએ છીએ. જ્યારે બે નાની-નાની વસ્તુઓ જોડાય છે, ત્યારે તે મોટો આકાર બને છે. આ મિશનનું નામ સ્પેડેક્સ એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપરીમેન્ટ. અત્યારે આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે સરકાર પાસેથી ૧૦ કરોડ રુપિયા મળે છે. તેના માટે બે પ્રાયોગિક ઉપગ્રહોના પીએસએલવી રોકેટથી લોન્ચ કરાશે. પછી તેને અંતરિક્ષમાં જોડી દેવામાં આવશે. આ મિશનમાં સૌથી મોટી જટિલતા એ છે કે બે સેટેલાઇટ્‌સની ગતિ ઓછી કરીને તેણે અંતરિક્ષમાં જોડવું. જો ગતિ યોગ્ય માત્રામાં ઓછી ના થાય તો તે પરસ્પર ટકરાશે.
ઇસરો ચીફ ડો.કે.સિવને કહ્યું કે આ મિશનને કરવાનો મતલબ એ નથી કે ઇસરોના સ્પેસ સ્ટેશન મિશનની શરુઆત થઇ ચૂકી છે. કારણ કે આ એક પ્રાયોગિક મિશન છે. કારણ કે સ્પેસ સ્ટેશનનું મિશન ડિસેમ્બર ૨૦૨૧ના ગગનયાન અભિયાન બાદ જ શરુ કરાશે. કારણ કે અંતરિક્ષમાં વ્યક્તિઓને મોકલવા અને ડોકિંગમાં મહારથ પ્રાપ્ત કર્યા બાદ જ સ્પેસ સ્ટેશન મિશનની શરુઆત કરી શકાશે.
ઇસરો ચીફ ડો.કે.સિવને કહ્યું કે ઇસરો વૈજ્ઞાનિકોને એ ખબર પડશે કે તેઓ પોતાના સ્પેસ સ્ટેશનમાં ઇંધણ, અંતરિક્ષ યાત્રીઓ અને અન્ય જરુરી વસ્તુઓ પહોંચાડશે કે નહી. પહેલાં સ્પેડેક્સ મિશનને ૨૦૨૫ સુધી પીએસએલવી રોકેટને છોડવાની તૈયારી હતી. આ પ્રયોગમાં રોબોટિક આર્મ એક્સપેરીમેન્ટ પણ સામેલ થશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ને પાંચ દેશોની અંતરક્ષિ એજન્સીઓએ મળીને બનાવ્યું છે.

Related posts

અનામત મામલે સંસદમાં હોબાળો : વિપક્ષનું વૉકઆઉટ…

Charotar Sandesh

કાશ્મીર મામલે કોઇ પણ દેશની દખલગીરી મંજૂર નથી : અમિત શાહ

Charotar Sandesh

કર્ણાટક હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો : શાળા-કોલેજોમાં હિજાબ જરૂરી નથી

Charotar Sandesh