Charotar Sandesh
ઈન્ડિયા

હિમાચલ સહિત ઉત્તરાખંડમાં હિમવર્ષા, પહાડો પર સફેદ ચાદર પથરાઇ…

હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો…

શિમલા/દહેરાદૂન : પહાડોમાં સતત થોડી-થોડી સમયનાં અંતરે વરસાદ સાથે હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. હિમાચલ પ્રદેશના કુલ્લૂના રોહતાંગ પાસે આજે તાજી હિમવર્ષા થઇ છે. જેના કારણે પહાડ પર સફેદ ચાદર પથરાઇ ગયાના દ્રશ્યો સામે આવ્યાં છે.
હાલમાં પડેલ હિમવર્ષાના કારણે મનાલી-લેહ રોડ ભીનો થઇ ગયેલો જોવા મળ્યો છે. ઓક્ટોબરના પ્રારંભથી જ પહાડો પર હિમવર્ષાની સાથે નીચેની જગ્યાઓ પર તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડકતા પ્રસરી ગઇ છે.
હિમવર્ષાની શરૂઆત થવાની સાથે જ લોકો પહાડો તરફ ફરવા જવાનું શરૂ કરી દેતા હોય છે. એવામાં શિયાળાની શરૂઆત પહેલા જ હિમવર્ષાના સમાચારથી પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.
એક મળતાં અહેવાલ મુજબ હિમાચલ પ્રદેશ સિવાય ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા થઇ રહી છે. બદ્રીનાથની પહાડીઓ પર હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે જોશીમઠમાં પણ પહાડીઓ પર સફેદ ચાદર પથરાયેલી જોવા મળી છે. જેના કારણે બદ્રીનાથ અને જોશીમઠમાં શિયાળાએ દસ્તક આપી હોય તેવું લાગી રહ્યું છે.

Related posts

ભારત પહોંચ્યા વધુ ત્રણ રાફેલ, નોન સ્ટોપ પૂરી કરી ૭૦૦૦ કિમીની મુસાફરી…

Charotar Sandesh

સ્મૃતિ ઇરાની ભોંઠા પડ્યાઃ ખેડૂતોને પૂછ્યુ લાન માફ થઇ,ખેડૂતોએ કહ્યું હા થઇ ગઇ

Charotar Sandesh

ચંદ્રયાન-૨ ચંદ્રની બીજી કક્ષામાં પહોંચ્યું, ૭ દિવસ સુધી તેમાં ચક્કર મારશે…

Charotar Sandesh