Charotar Sandesh
વર્લ્ડ

કોઈને આટલું ધન રાખવાનો અધિકાર ન હોવો જોઈએ : માર્ક ઝકરબર્ગ

કમાણીનો મોટો ભાગનો હિસ્સો દાન કરી દઈશ : ઝ્‌કરબર્ગ

USA : ફેસબુક સીઈઓ માર્ક ઝ્‌કરબર્ગ તેમની એક ટિપ્પણીને લઈને સમાચારમાં છે. ઝ્‌કરબર્ગે ફેસબુકના કર્મચારીઓ સાથેની બેઠકમાં અબજપતિઓ વિશે કહ્યું કે કોઈને પણ આટલું ધન રાખવાનો અધિકાર ન હોવો જોઈએ. ઝ્‌કરબર્ગ વિશ્વના ૫માં સૌથી અમીર વ્યક્તિઓમાં છે અને તેમની નેટવર્થ ૬૯ બિલિયન ડોલર છે.
ફેસબુકે કર્મચારીઓ અને ઝ્‌કરબર્ગની વચ્ચે થયેલી આ વાતચીતને સાર્વજનિક કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આ નિર્ણય ઝ્‌કરબર્ગનું એ નિવેદન લીક થયા બાદ કર્યો છે, જેમાં તે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર અલિઝાબેથ વોરનનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.
ઝ્‌કરબર્ગે અબજોપતિઓ વિશે કર્મચારીઓ દ્વારા પુછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે મારી પાસે એવો કોઈ માપદંડ નથી કે કોઈની પાસે કેટલું ઘન હોવું જોઈએ. જોકે એક મુકામ પર પહોંચ્યા બાદ કહી શકાય છે કે આટલું કોઈની પણ પાસે ન હોવું જોઈએ. મેં અને મારી પત્ની પ્રેસીલિયા ચાને નક્કી કર્યું છે કે અમે અમારી કમાણીનો મોટા ભાગનો હિસ્સો દાનમાં આપીશું. જોકે ઘણાં લોકોને આ વાત પણ ઓછી લાગે છે.

  • Nilesh Patel

Related posts

રશિયા આવતાં અઠવાડિયે વિશ્વની પહેલી કોરોના વેક્સીનની નોંધણી કરશે…

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયામાં લાગેલી ભીષણ આગમાં ભારતીય દંપતીએ રાહત છાવણી બનાવીને સેંકડો બેઘરોને કઢી-ભાત જમાડ્યા…

Charotar Sandesh

કોઈ યુદ્ધ વિનાના દાયકાના પ્રથમ રાષ્ટ્રપતિ હોવાનું ગૌરવ : ટ્રમ્પનું વિદાય ભાષણ…

Charotar Sandesh