Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

રાજ્યમાં પ્રચલિત ગરબા આયોજકોની ઓફિસોમાં જીએસટી વિભાગના દરોડા, પુછપરછ શરૂ…

નવરાત્રી મહોત્સવ બાદ રાજ્યમાં પ્રચલિત ગરબા ગ્રાઉન્ડની ઓફિસોમાં જીએસટી વિભાગના અધિકારીઓએ સંકજો બોલાવ્યો છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના યુનાઇટેડ વે ગરબાના આયોજકો GSTના સકંજામાં આવ્યા છે. GST વિભાગ દ્વારા રેસકોર્સ ખાતેની યુનાઇટેડ વેની ઓફિસમા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ઓફિસ સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી. GST વિભાગ દ્વારા વડોદરા ખાતે યુનાઇટેડ વે ગરબાની રેસક્રોસ ગ્રાઉન્ડની ઓફિસમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. શનિવારે ઓફિસ સ્ટાફ રજા પર હોવાથી પુછપરછ કરવામાં આવી. યુનાઇટેડ વેની ઓફિસ બહાર  SRPનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હિસાબોમાં ગડબડ ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  આ દરોડામાં  યુનાઇટેડ વેએ ચૂકવેલા લાખો રૂપિયાની તપાસ કરવામાં આવશે. ખેલૈયા, ગાયકો, વીડિયોગ્રાફીના પેમેન્ટની પણ તપાસ થશે. વડોદરા ખાતે નવરાત્રિ દરમિયાન યુનાઇટેડ વે વિશ્વના સૌથી મોટા ગરબાનું આયોજન કરતું હોવાનો દાવો છે. જેમાં ખેલૈયાઓ પાસેથી એન્ટ્રીના પાસની મોટી રકમ વસૂલવામાં આવે છે. જેમાં મહિલાના 1500 અને પુરૂષના 3500 રૂપિયા લેવામાં આવે છે. નવરાત્રિમાં 50 હજાર ખેલૈયાઓએ ગરબા રમતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ગરબામાં દેશ-વિદેશથી ખેલૈયાઓ ગરબા રમવા આવે છે.

Related posts

કપડવંજ કેલવણી મંડળ તરફથી વડતાલને ૧૦ ઓકેસીજન કોન્સનટ્રેટર મશીન મળ્યા…

Charotar Sandesh

વાસદ પ્રાથમિક કન્યા શાળામાં મધ્યાહન ભોજનના અનાજનું વિતરણ કરવામાં આવ્યું…

Charotar Sandesh

વડોદરામાં એસએસજી હોસ્પિટલે હંગામી કર્મચારીઓને છુટા કરી દેતાં વિવાદ…

Charotar Sandesh