Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

સાવજોનું વેકેશન પૂર્ણ… સિંહદર્શન માટે વનવિભાગ દ્વારા લીલીઝંડી…

ગીર : ૧૬ ઓક્ટોબરથી વનરાજોનું વેકેશન ખુલશે. તે દિવસે સવારે ૬ વાગ્યેથી વિધિવત વનવિભાગ દ્વારા લીલીઝંડી દેખાડી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. બીજી બાજુ થોડાક દિવસ પછી દિવાળીનું વેકેશન પણ આવી રહયું છે ત્યારે પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર દેખાઇ રહ્યા છે.
ગીર અભ્યારણ્યમાં સિંહ દર્શન માટે અત્યારથી મોટી સંખ્યામાં લોકોએ એડવાન્સ પરમીટ બુકીંગ પણ કરાવવાની શરૂઆત કરી દીધી છે. બીજી બાજુ આ વખતે મેઘરાજા ગુજરાત પર સારા એવા મહેરબાન થયા છે, ત્યારે ગીર પંથકમાં વધુ વરસાદ પડ્યો હોવાથી ગીરની વનરાયો છોળે કળાએ ખીલી ઉઠી છે. સિંહોનું વેકેશન ખુલતા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. જેથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અહીં લાખોની સંખ્યામાં સહેલાણીઓ સિંહદર્શન માટે આવતા હોય છે. બીજી બાજુ છેલ્લી ગણતરી મુજબ સિંહોની સંખ્યા ૫૨૩ આસપાસ હતી, હવે આશરે ૭૦૦ ઉપર સાવજોની સંખ્યા પહોચી છે, ત્યારે આ ચાર માસનો સિંહો માટેનો સંવનનકાળ ગુજરાત માટે કેટલો મહત્વનો સાબિત થાય છે તે આવનારો સમય દેખાડશે.

Related posts

વડોદરાના સમાં સાવલી રોડ ખાતે જિલ્લા ભાજપના નવા કાર્યાલય નું ઉદ્ઘાટન કરાયું

Charotar Sandesh

જૂનાગઢ ગિરનાર રોપ-વેની ટિકીટનો ભાવ ઘટાડી રૂ. ૭૦૦ કરાયો…

Charotar Sandesh

રાજ્યની ર૦ નગરપાલિકામાં રેલવે ક્રોસિંગ ઉપર ૧૬ ઓવરબ્રિજ અને ૧૦ અંડરબ્રિજ બનશે…

Charotar Sandesh