બિલ ગેટ્સ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા…
બેઝોસની સંપત્તિ ઘટીને ૧૦૩.૯ કરોડ જ્યારે બિલ ગેટ્સની સંપત્તિ ૧૦૫.૭ કરોડ…
USA : દિગ્ગજ ઈ કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પાસેથી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનુ બિરુદ છીનવાઈ ગયુ છે. હવે તેમની જગ્યાએ બિલ ગેટસ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
આની પાછળનુ કારણ એ છે કે, બેઝોસની સંપત્તિ હવે ઘટીને ૧૦૩.૯ કરોડ ડોલર થઈ ગઈ છે.જ્યારે બિલ ગેટ્સ ૧૦૫.૭ અબજ ડોલરની સંપત્તિના માલિક છે.આમ દુનિયાના નંબર વન ધનિકનો તાજ ગેટ્સ પાસે જતો રહ્યો છે.
એમેઝોન દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરના જાહેર કરેલા પરિણામોમાં કંપનીના નફામાં ગયા વર્ષના મુકાબલે ૨૮ ટકાનો ઘટાડો થયો છે.એમેઝોનને ૨.૧ અબજ ડોલરનો નફો થયો છે.એ પછી એમેઝોનના શેરના ભાવમાં સાત ટકાનો ઘટાડો થતા બેઝોસની સંપત્તિનુ પણ ધોવાણ થયુ છે.
બેઝોસ ૨૦૧૮માં બિલ ગેટ્સને પાછળ છોડીને દુનિયાના સૌથી ધનિક વ્યક્ત બન્યા હતા.બિલ ગેટસ આ પહેલા ૨૪ વર્ષ સુધી નંબર વન પર રહ્યા હતા.હવે ફરી તેમણે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનુ સ્થાન પાછુ મેળવ્યુ છે.
એમેઝોનનો નફો ઘટવાનુ એક કારણ એ પણ છે કે, ઓર્ડર ડિલિવરી ઝડપી કરવા માટે એમેઝોને ભારે રોકાણ કર્યુ છે.જેના કારણે કંપનીનો શિપિંગ ખર્ચ વધી ગયો છે.કંપની બે દિવસની જગ્યાએ પ્રાઈમ મેમ્બર્સને એક જ દિવસમાં ડિલિવરી આપવા પર ફોકસ કરી રહી છે.
તેના કારણે કંપનીના વેચાણમાં વધારો થયો છે અને રેવેન્યૂ ૨૪ ટકા વધી છે.સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રેવેન્યૂ ૭૦ અબજ ડોલર હતી. જ્યારે ગયા વર્ષે આ જ સમયમાં આવક ૫૬.૬ અબજ ડોલર રહી હતી.
- Nilesh Patel