Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરવાનું બંધ કરો જો તમે રાષ્ટ્રવાદી છો તો ચૂંટણી દરમિયાન ભારતની વાત કરો, પાકિસ્તાનની નહીઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકીને તેમના રાષ્ટÙવાદ પર સવાલ ઉઠાવ્યા છે. પ્રિયંકાએ કહ્યું હતું કે, સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરવાનું બંધ કરો. જા વડાપ્રધાન મોદી રાષ્ટ્રવાદી છે, તો રાષ્ટ્રવાદ ની વાત કરે. ભારતના ખેડૂતો, યુવાનો, મહિલાઓની વાત કરે. ચૂંટણી સમયે પાકિસ્તાનની વાત ન કરો.
પ્રિયંકા ગાંધીએ મોદીને એવો પણ પ્રશ્ન કર્યો હતો કે દેશના યુવાનોની વાત કેમ સાંભળતા નથી ? લોકોની વાત કેમ કરતા નથી ? જનતાનો અવાજ કેમ દબાવી દેવામાં આવે છે ? તમે(મોદી) જણાવો કે જનતા માટે શું કર્યું છે. અસલી રાષ્ટÙવાદી સત્યના માર્ગથી ભટકતા નથી. રાષ્ટ્રવાદ ની વાત કરો.
નરેન્દ્ર મોદીના ભાષણોનો ઉલ્લેખ કરતાં પ્રિયંકા ગાંધીએ એમ પણ કહ્યું કે, મોદી પોતાના નિવેદનોમાં રાષ્ટÙનો ઉલ્લેખ કેમ કરતા નથી, કેમ પાકિસ્તાન પર નિવેદન આપી રહ્યાં છે ?
ફતેહપુર સિકરીમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી રેલીમાં પ્રિયંકા ગાંધીએ મોદી પર હુમલો કરતાં જણાવ્યું કે, રાષ્ટÙવાદી છો તો જ્યારે દેશભરના ખેડૂતો ઉઘાડા પગે તમારા દરવાજા આવ્યા ત્યારે એમને કેમ મળ્યા નહીં. રાષ્ટÙવાદી છો તો જ્યારે તમારા કોઈ સાથીએ મહિલા વિરુદ્ધ નિવેદન આપ્યું તો પછી શિષ્ટાચાર દેખાડ્યો કેમ નહીં. રાષ્ટÙવાદી છો તો પછી ધર્મના નામે નિર્મમ હત્યા કરાઈ, તો હત્યારાઓને સન્માનિત કરવાને બદલે એ પરિવારજનો પ્રત્યે શાંત્વના કેમ વ્યક્ત કરી નહીં. જા રાષ્ટÙવાદી છો જનતાની અવાજ કેમ દબાવવા ઈચ્છો છો.

Related posts

ઓગસ્ટમાં જિઓમાં જોડાયા ૮૪.૪૫ લાખ ગ્રાહકો, એરટેલે ૫.૬૧ લાખ ગુમાવ્યા…

Charotar Sandesh

ગેંગસ્ટર અતીકની હત્યા બાદ પ્રયાગરાજમાં કલમ ૧૪૪ લાગુ : પીએસી અને આરપીએફ ફોર્સ મોકલાઈ

Charotar Sandesh

કોરોના કેસમાં વધારોઃ છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૫૨૪ પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh