Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

૨૦૨૪ સુધી ભારતમાં મંદીના એંધાણ : અર્થતંત્રની રફતાર ધીમી રહેશે : આર્થિક સંગઠનની આગાહી…

ભારતનું બેન્કિંગ સેકટર ફરી મજબૂત થશે…

નવી દિલ્હી : મોદી સરકારની બીજી ઈનિંગમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન ૬.૬ ટકા રહશે તેવુ અનુમાન ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે લગાવ્યુ છે.

સંગઠનનુ કહેવુ છે કે, ભારતનો ગ્રોથ રેટ ૨૦૧૩ થી ૨૦૧૭ દરમિયાન ૭.૭ ટકા હતો. જેમાં હવે ઘટાડો જોવા મળી શકે છે. ભારતનુ બેન્કિંગ સેકટર ફરી મજબૂત થશે તેવી આગાહી પણ આ સંગઠને કરી છે. રિપોર્ટમાં કહ્યુ છે કે, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર અંગે તનાવ યથાવત રહે તેવુ અનુમાન છે.જેની અસર બીજા વિકસિત દેશોના અર્થતંત્ર પર પડવાની છે.આ તનાવના કારણે વધારે નિકાસ કરવાની શકયતાઓને લઈને અનિશ્ચિતતા વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન રેટિંગ એજન્સી ફીચ અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ ભારતના અર્થતંત્રના વિકાસ દરમાં દ્યટાડો થવાનુ અનુમાન લગાવ્યુ છે. ફિચે ચાલુ વર્ષમાં ભારતનો વિકાસ દર ૬.૬ ટકા નહી બલ્કે ૫.૫ ટકા રહેશે તેવુ અનમાન કરેલુ છે. ફિચનુ કહેવુ છે કે, નોન બેન્કિંગ ફાઈનાન્સિલય કંપનીઓમાં આવેલા આર્થિક સંકટના કારણે આ સ્થિતિ પેદા થઈ છે.

Related posts

કોરોના સંક્રમણમાં ઘટાડો, ૨૪ કલાકમાં ૧.૩૧ લાખ નવા કેસ, ૨,૮૮૭ના મોત…

Charotar Sandesh

મોંઘવારીએ પણ કહ્યું હેપ્પી ન્યુયર : રેલવે ભાડા-રાંધણગેસ-પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો…

Charotar Sandesh

હાઇ-વે પર આડેધડ પાર્કિંગ કરનાર સાવધાન : વાહન જપ્ત થશે…

Charotar Sandesh