જીએસટી ન ભરનારાઓના ઇ-વે બ્લોક થઇ જશે…
સીમલા : જીએસટી રિટર્ન ન ભરનારા વેપારીઓ માટે સરકારે હવે કરગર પધ્ધતિ અપનાવી છે. આવા લોકોનું ઇ-વે બ્લોક કરવામાં આવશે. જેથી તેમના કામ રોકાઈ જશે જ્યારે 6 મહિનાથી ટેક્સ રિટર્ન ન ભરનાર જીએસટી રજિસ્ટર્ડ રદ કરવાની પણ જોગવાઈ છે. સરકારે નાણાંકીય વર્ષની અંતિમ ત્રિમાસિકમાં જીએસટી ભરવાનું લક્ષ્ય 95 ટકા સુધીનું લક્ષ્ય રાખ્યું છે.અત્યાર સુધી 80 ટકા રિટર્ન ભરવામાં આવ્યાં છે. જીએસટીથી રાજસ્વ વધારવાના દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આબકારી અને કરાધાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જેમણે 6 માસથી રિટર્ન નથી ભર્યું તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. વિભાગના કમિશનર ડો. અજય શર્માનું કહેવું છે કે જીએસટી રિટર્ન ન ભરનારા વ્યાવસાયિકો ને કોન્ટ્રાક્ટરો પર નજર રાખવામાં આવી રહી છે. કોઇને કરચોરી નહીં કરવા દેવાય. આ સિવાય એવા કોન્ટ્રાકટરોના પણ જીએસટી રદ થશે જેમણે રજિસ્ટ્રેશન તો કરાવ્યું હતું પણ હજુ સુધી જીએસટી નથી ભરી રહ્યાં.