Charotar Sandesh
ઈન્ડિયા

INX કેસમાં પી. ચિદમ્બરમને ઝટકો, ૨૬ ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર…

વિદેશમાં મારું કોઇ બેન્ક એકાઉન્ટ નથી : ચિદમ્બરમ

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું- સીબીઆઈનો કેસ માત્ર ઈન્દ્રાણી મુખરજીના નિવેદન અને એક કેસ ડાયરી પર આધારિત…

ન્યુ દિલ્હી,
દિલ્લીની રાઉજ એવેન્યૂ કૉર્ટે આઇએનએક્સ મીડિયા કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા પી. ચિદમ્બરમને ૨૬ ઑગષ્ટ સુધી સીબીઆઈનાં રિમાન્ડમાં મોકલ્યા છે. સીબીઆઈની રિમાન્ડ દરમિયાન તેમનો પરિવાર રોજ તેમને ૩૦ મિનિટ મળી શકશે. આ ઉપરાંત વકીલો પણ તેમને ૩૦ મિનિટ સુધી મળી શકશે. આઈએનએક્સ મીડિયા કેસમાં જેમની ધરપકડ કરવામાં આવી છે તે કૉંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પી. ચિદમ્બરમને કૉર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. સીબીઆઈ કૉર્ટથી તેમને રિમાન્ડ પર લેવાની માંગ કરવામાં આવી શકે છે. ગત રાત્રે પી. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી. એક કલાક ચાલેલા હાઈ વૉલ્ટેજ ડ્રામા બાદ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે પી. ચિદમ્બરમને બોલાવની પરવાનગી આપી. ત્યાર બાદ ચિદમ્બરમે કહ્યું કે મને મારા અને મારા પુત્રના બેન્ક ખાતા અંગે પુછવામાં આવ્યું. ચિદમ્બરમે કહ્યું કે મારુ વિદેશમાં કોઇ એકાઉન્ટમાં નથી. મારા પુત્ર કાર્તિનું વિદેશી બેન્કમાં એકાઉન્ટ છે. ચિદમ્બરમે કહ્યું કે પૈસા અંગે મને કોઇ સવાલ પુછવામાં આવ્યાં નથી. ચિદમ્બરમનું કહેવું છે કે તેમને તમામ સવાલના જવાબ આપ્યાં છે. સાથે જ ચિદમ્બરમે કહ્યું કે તેમના પર લાગાવવામાં આવેલા પાયાવિહોણા છે.
કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે, આ મામલે આરોપી કાર્તિ ચિદમ્બરમ છે. તેમને માર્ચ ૨૦૧૮માં દિલ્હી હાઈકોર્ટથી જામીન મળી ગયા છે. અન્ય આરોપીઓને પણ જામીન મળી ગયા છે.
સિબ્બલે દલીલ કરી કે, ચાર્જશીટનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી ૬ સચીવો દ્વારા આપવામાં આવે છે. કોઈની પણ આમ ધરપકડ ન કરી શકાય. આ દસ્તાવેજી કેસ છે. ચિંદમ્બરમ ક્યારેય તપાસથી નથી ભાગ્યા.
સિબ્બલે કહ્યું- ગઈ રાતે સીબીઆઈએ કહ્યું કે, તેઓ ચિદમ્બમરની પૂછપરછ કરવા માંગે છે. આજે બપોરે ૧૨ વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી નથી. સીબીઆઈએ માત્ર ૧૨ સવાલ પૂછ્યા છે. અત્યાર સુધી તેમને એ ખબર હોવી જોઈએ કે તેમને શું સવાલ પૂછવા છે. તેમણે એવા સવાલો પૂછ્યા છે જેને ચિદમ્બરમ સાથે કોઈ લેવા-દેવા નથી.
સિંધવીએ કહ્યું- જો તપાસ એજન્સી મને ફોન કરે અને હું ન આવું તો શું તેને તપાસમાં અસહયોગ કહેવાય? જે જવાબ તેઓ સાંભળવા માંગતા હોય અને તે ન આપીએ તો તેને અસહયોગ કહેવાય? તેમણે માત્ર એક વાર ચિદમ્બરમને ફોન કર્યો હતો અને તેઓ ગયા હતા. તો આને શું અસહયોગ કહેવાય?
સિંઘવીએ કહ્યું- કસ્ટડીમાં પૂછપરછનો અમે વિરોધ કરીએ છીએ. સીબીઆઈએ પુરાવામાં ચેડાનો કોઈ આરોપ નથી લગાવ્યો. ચિદમ્બરમ ભાગી જશે તેવું કોઈ જોખમ નથી.

Related posts

દેશમાં કોરોના હાંફ્યો : ૨૪ કલાકમાં કેસ ઘટીને ૨૭,૦૭૧ થયા…

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તોઇબાના ૩ આંતકીની ધરપકડ…

Charotar Sandesh

પનૌતી વાળા નિવેદન મામલે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, ECIએ ફટકારી નોટિસ

Charotar Sandesh