Charotar Sandesh
ઈન્ડિયા

ISIનું ભયાનક ષડયંત્ર : દિલ્હી-ગુજરાતમાં મોટી ઘટનાને અંદાજ આપી શકે છે આતંકવાદી…

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગુરૂવારે એક એન્કાઉન્ટરમાં ત્રણ ISIS આતંકવાદીઓની ધરપકડ કરી હતી…

નવી દિલ્હી : દિલ્હી પોલીસના સૂત્રોનું માનીએ તો આગામી દિવસોમાં ૨૬ જાન્યુઆરી પહેલાં દેશનો માહોલ બગાડવા માટે છમાંથી આતંકવાદીઓમાંથી ૨ ફરાર થયેલા આતંકવાદીઓ મોટી દ્યટનાને અંજામ આપી શકે છે. દિલ્હે પોલીસની સ્પેશિયલ સેલે ગુરૂવારે એક એન્કાઉન્ટરમાં ત્રણ ISIS આતંકવાદીઓની ધરપકડ કરી હતી, ત્યારબાદ એક સાથીને ગુજરાત પોલીસે ધરપકડ કર્યો હતો, જેને ટ્રાંજિડ રિમાંડ પર લઇને આવેલી દિલ્હી પોલીસ જયારે તેમની સાથે પૂછપરછ શરૂ કરી તો તમિલ ભાષી હોવાના લીધે શરૂઆતમાં તો કેટલીક સ્માસ્યાઓ આવી પરંતુ ટ્રાંસલેટરની મદદથી પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે વિદેશમાં બેઠેલા હેન્ડલરે તેમને ૨૬ જાન્યુઆરી પહેલાં કંઇક મોટું કરવાના નિર્દેશ આપ્યા હતા, જેમાં લોન વુલ્ફ એટેક પણ સામેલ હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ISI ઇચ્છે છે કે ભારતના જ રહેવાસી કેટલાક રેડિકલાઇઝ છોકરા ભારતમાં જોઇ આતંકવાદી દ્યટનાને અંજામ આપે છે તો બધો આરોપ ISIS પર લાગશે, સ્પેશિયલ સેલના એસીપી લલિત મોહન નેગીએ જયારે ચારેય આતંકવાદી સાથે પૂછપરછ કરી તો તમિલ ભાષી હોવાના લીધે થોડી સમસ્યા આવી પરંતુ ચારેયના નિવેદન બાદ અને ટેકિનકલ સર્વિલાન્સ પાસેથી સ્પેશિયલ સેલને જાણવા મળ્યું કે વિદેશમાં બેઠેલા આ હેન્ડલર કોઇ બીજા નહી પરંતુ પાકિસ્તાનથી આતંકવાદી ફેકટરી ચલાવી રહેલો ISI નો એક અધિકારી છે, જેને ભારતમાં આતંકવાદ ફેલાવવાનું કાવતરું રચ્યું છે.

સૂત્રોના અનુસાર ISIS ના નામ પર આતંકવાદી હુમલો કરાવવા પાછળ કોઇ બીજા નહી પરંતુ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીનો હાથ છે. સોમવારે સ્પેશિયલ સેલ ચારો આતંકવાદીઓને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લગાવવામાં આવ્યા અને આતંકવાદીઓને આ કાવતરાને ઉદ્યાડું પાડી દીધું.

Related posts

કંપનીનાં માલિકે ચોરીની આશંકાએ ૨ સફાઇકર્મી મહિલાને ડામ દેતા ખળભળાટ

Charotar Sandesh

પ્રિયંકા ગાંધીનો BJP પર ગંભીર આરોપ, અમેઠીમાં ચૂંટણી જીતવા કરી રહી છે આ કામ

Charotar Sandesh

રાજસ્થાન સંકટ : સ્પીકરનો યુ ટર્ન, સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી…

Charotar Sandesh