Charotar Sandesh
ઈન્ડિયા

PMC બેંકમાં રૂ.૬૫૦૦ કરોડનું કૌભાંડ : રેકોર્ડથી રૂ.૧૦.૫ કરોડની રોકડ ગાયબ : તપાસમાં ખુલ્યું…

એક દાયકાથી નાણાકીય ગોટાળો ચાલતો હતો : હજુ ૫૦થી પપ લાખનો હિસાબ જ નથી મળતો…

મુંબઈ : પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ (PMC) બેંક કૌભાંડ મામલે બેંકની આંતરિક તપાસ ટીમે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ટીમે કહ્યું છે કે બેંકના રેકોર્ડમાં કુલ ૧૦.૫ કરોડ રુપિયા કેશ ગાયબ છે. ઈન્વેસ્ટિગેશન ટીમે HDIL અને તેના સંબંધિત કંપનીઓ દ્વારા મળેલા મેલની તપાસ કરી છે. આ ચેક કયારેય બેંકમાં જમા કરવામાં નથી આવ્યા, છતાં તેમને કેશ આપવામાં આવી છે. સાથે જ એક આશ્યર્ય જનક બાબત એ છે કે આ કૌભાંડ ૪,૩૫૫ કરોડનું નથી, પણ ૬૫૦૦ કરોડ રુપિયાથી વધુનું છે. પીએમસી બેંકની આંતરિક ટીમને જે ચેક મળ્યા છે, તે ૧૦ કરોડ રુપિયાથી વધુના છે. બાકી ૫૦-૫૫ લાખ રુપિયાનો કોઈ હિસાબ નથી. આ સિવાય બેંક અધિકારીઓએ કૌભાંડની રકમ પહેલા ૪,૩૫૫ કરોડ રુપિયા ગણાવી હતી, જે હવે ૬૫૦૦ કરોડને પાર થઈ ગઈ છે.

Related posts

કોરોના કહેર : પશ્ચિમ બંગાળમાં ૩૦મે સુધી સંપૂર્ણ લોકડાઉન…

Charotar Sandesh

દિલ્હી હાઈકોર્ટે મેડિક્લેમને લઈને એક મહત્વનો આદેશ આપ્યો… જાણો…

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૨૨,૭૭૧ કેસ : ૪૪૨ના મોત…

Charotar Sandesh