Charotar Sandesh
વર્લ્ડ

“Power of Seva”: અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ન્યુજર્સી ખાતે “બાલ સંસ્કાર શિબિર” યોજાઈ…

પાવર ઓફ સેવાના થીમ સાથે બાળકોને સેવા માટે પ્રેરિત કરાયા…

USA : તારીખ, ડિસેમ્બર 21 2019 અને ડિસેમ્બર 22 2019 ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ન્યુજર્સી ખાતે બાલ સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં “Power of Seva”ના થીમ ઉપર સંતો અને શિક્ષકોએ બાળકોને સેવા માટે પ્રેરિત કર્યા હતા. શિબિરની શરૂઆત માં પૂજ્ય આનંદ સ્વામી એ સેવા નો મહિમા દર્શાવતાં સેવા શા માટે કરવી જોઈએ તેના ઉદાહરણ સહિત શિબિરનો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ શ્રી દિપકભાઈ પટેલ અને મહિલા શિક્ષકોએ સેવા નો મહિમા અને સેવા શા માટે કરવી જોઈએ અને સેવાથી નાશ થનારા આંતર શત્રુઓની વિગતવાર છોકરાઓને સમજણ આપી હતી. સવારના શૈક્ષણિક સેશન બાદ વિદ્યાર્થીઓ થાળ અને માનસિક પૂજા કરી બપોરે બે કલાકની રમતગમતના શેશનમાં જોડાયા હતા.

આ રમત-ગમતો પણ સેવાના theme ઉપર આધારિત હતી બપોરે ઠાકોરજીના ઉત્થાપન બાદ બાળકોએ કીર્તન ભક્તિ માં જોડાયા હતા ત્યારબાદ સાંજના ચાર થી છ વાગ્યામાં છોકરાઓને પ્રેક્ટીકલ રૂપે સેવા કરવામાં પ્રેરણા માટે શિક્ષકોએ 6 સ્ટેશનોની આ યોજના કરી હતી  એક એક સેન્ટરમાં છોકરાઓ જાતે સેવા કરી બીજાને ફાયદારૂપ કેમ બને તેનું જ્ઞાન મેળવ્યું હતું. આ 6 સ્ટેશનમાં પહેલા સ્ટેશનમાં છોકરાઓએ કેન્સરથી પીડિત બાળકો માટે શુભેચ્છાઓ rupay card મોકલ્યા હતા. બીજા સ્ટેશનમાં પોતે કચરો ભેગો કરી  સેવા કરી હતી. ત્રીજા સેશનમાં ગુરુકુલ સ્ટોરમાં વેચવામાં વેચવા માટે પોતાના હાથે બુક માર્ક બનાવ્યા હતા આવી રીતે વિવિધ સ્ટેશનોમાં છોકરાઓ ભાગ લઇ સેવાથી પરિચિત થયા  આવી રીતે પ્રથમ દિવસનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

  • Yash Patel

Related posts

ચીનમાં કોરોના વાયરસનો ક્હેર યથાવત, અત્યાર સુધી ૧૭૦ના મોત…

Charotar Sandesh

કેલિફોર્નિયા કોર્ટે એચ-૧બી વિઝા પર લગાવેલા પ્રતિબંધ પર રોક લગાવી…

Charotar Sandesh

ટ્રમ્પની ભારત મુલાકાત મુદ્દે પાક.માં ખળભળાટ, ઇમરાન બોલ્યોઃ ’અહીં પણ આવજો’

Charotar Sandesh