રેપોરેટને ૫.૪૦ ટકાથી ઘટાડી ૫.૧૫ ટકા કરાયો, હોમલોન, ઑટોલોન સસ્તી થશે…
રિવર્સ રેપો રેટ ૦.૨૫ ટકા ઘટીને ૪.૯ ટકા કર્યો, ચાલુ વર્ષે સળંગ પાંચમી વખત રેપો રેટમાં ઘટાડો કરાયો,રીઝર્વ બેન્કે જીડીપીનું અનુમાન ઘટાડી ૬.૧ ટકા જાહેર કર્યુ…
મુંબઇ : તહેવારોની સિઝન સામે છે અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. જેના કારણે કાર લોન અને હોમ લોન લેનારાઓને ફાયદો થશે.તેમના હપ્તાની રકમમાં ઘટાડો થશે.
રિઝર્વ બેન્કે રેપો રેટમાં ૨૫ પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ હવે રેપો રેટ ૫.૪૦ ટકાથી ઘટીને ૫.૧૫ ટકા પર આવી ગયો છે.જે માર્ચ ૨૦૧૦ બાદ સૌથી ઓછો છે. રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટમાં પણ બદલાવ કર્યો છે. જેના કારણે હવે રિવર્સ રેપો રેટ ૪.૯૦ ટકા થઈ ગયો છે. રેપોરેટ ઘટ્યા બાદ બેન્ક પણ વ્યાજ દર ઘટાડશે અને લોકોને હોમલોન, ઓટો લોન વગેરેની ઈસ્ૈંમાં રાહત મળશે. હવે બેન્કોને પણ સસ્તી લોન મળવાના કારણે ગ્રાહકોને પણ ફાયદો થશે.
આ વર્ષે સતત પાંચમી વખત રિઝર્વ બેન્કે રેપો રેટમાં કરેલા ફેરફારના કારણે અત્યાર સુધીમાં રેપો રેટમાં ૧૧૦ પોઈન્ટનો ઘટાડો થઈ ચુક્યો છે.
રેપો રેટ ઘટાડવાની સાથે સાથે રિઝર્વ બેન્કે ૨૦૧૯-૨૦ના વર્ષ માટે જીડીપીના અંદાજમાં ફરી ફેરફાર કર્યો છે. બેન્કનુ માનવુ છે કે, ભારતનો જીડીપી રેટ ૬.૧ ટકા રહેશે. અગાઉ બેન્કે જીડીપી ગ્રોથ રેટ ૬.૯ ટકા રહેવાનુ અનુમાન કર્યુ હતુ. ફુગાવાને કાબૂમાં રાખી આર્થિક વિકાસને ફરી પાટે ચઢાવવા માટે બજારમાં કેશ ફ્લો વધારવા બેંકે વ્યાજ દર ઘટાડાયો હોવાનું જણાવ્યું હતું.
બેન્કોએ પોતાના રોજિંદા કામકાજ માટે રિઝર્વ બેન્ક પાસેથી મોટી રકમ લેતી હોય છે.જેની મર્યાદા એક દિવસની હોય છે. આ રકમ પર જે વ્યાજ બેન્કે આપવુ પડે છે તેને રેપો રેટ કહે છે. જ્યારે રિઝર્વ બેન્ક રેપો રેટ ઘટાડે છે ત્યારે અર્થ એવો થાય છે કે, બેન્કો રિઝર્વ બેન્ક પાસેથી જે રકમ લે છે તેના પર તેનુ વ્યાજ ખટે છે અને તેનો ફાયદો બેન્કો ગ્રાહકોને તેમની લોનના વ્યાજ દર ઘટાડીને આપે છે.આમ ગ્રાહકોની ઘરની કે વાહનોની લોન સસ્તી થાય છે.
માની લો કે, રૅપો રેટમાં ઘટાડા બાદ કોઈ બેંક હોમ લોનનો વ્યાજદર ૦.૨૫ ટકા ઘટાડે છે તો તેનાથી ૨૫ લાખ રૂપિયા સુધીની ૨૦ વર્ષ માટેની લોનની ઈએમઆઈ દર મહિને લગભગ ૪૦૦ રૂપિયા ઘટી જશે. જો આપે ૨૫ લાખ રૂપિયા સુધીની લોન ૨૦ વર્ષ માટે લીધી છે અને વ્યાજદર ૮.૩૫ ટકા છે તો હાલમાં આપની દર મહિને કપાતો ઈએમઆઈ ૨૧,૪૫૯ રૂપિયા હશે. પરંતુ જો વ્યાજદર ઘટીને ૮.૧૦ ટકા થઈ જાય છે તો આ હોમ લોન પર ઈઅસમેઆઈ ૨૧,૦૬૭ રુપિયા થઈ જશે.
જે રેટ એટલે કે વ્યાજ દરો પર આરબીઆઈ કોમર્શિયલ બેંકો અને બીજી બેંકોને લોના આપે છે, તેને રૅપો રેટ કહે છે. રૅપો રેટ ઓછી થવાનો અર્થ એ છે કે બેંકથી મળનારી લોન સસ્તી થઈ જશે. રૅપો રેટ ઓછી થવાથી હોમ લોન, વ્હીકલ લોન વગેરે તમામ સસ્તી થઈ જાય છે.