સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ સિઝન 12નો 33મો મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિમમાં રમવામાં આવી રહી છે. જેમાં ચોન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ સનરાઈઝર્સ હૈદરાબાદને બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું. ચેન્નાઈ પ્રથમ બેટિંગની શરૂઆત કરી 20 ઓવરમાં 05 વિકેટના નુકશાને 132 રન બનાવી શકી જેના જવાબમાં હૈદરાબાદે માત્ર 16.5 ઓવરમાં 04 વિકેટના નુકશાને 137 રન બનાવી સરળતાથી 6 વિકેટે જીત મેળવી.