Charotar Sandesh
બોલિવૂડ

અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ નું ટીઝર રીલીઝ…

મુંબઇ : બોલિવૂડના ખેલાડી અક્ષયકુમાર અને કેટરીના કૈફ અભિનિત ફિલ્મ ’સૂર્યવંશી’ આગામી ૨૭ માર્ચે રિલીઝ થવાની છે. આ બધા વચ્ચે આ ફિલ્મનો પહેલો વીડિઓ ટીઝર પણ સામે આવી ગયો છે. જેમાં ’સૂર્યવંશી’ અક્ષયકુમાર સાથે ’સિંબા’ રણવીર સિંહ અને ’સિંઘમ’ અજય દેવગણ પણ સાથે જોવા મળી રહ્યાં છે.

હકીકતમાં આ વીડિઓ ફિલ્મ સિંબાના એક વર્ષ પૂરા થયાના અવસરે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ૨૭ ડિસેમ્બરે યુટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ લોકોએ જોયો છે. ’સૂર્યવંશી’ના આ ૫૫ સેકન્ડના વીડીઓ ટીઝરમાં અક્ષય, અજય અને રણવીર એકસાથે દુશ્મનો સાથે ફાઈટ કરતા જોવા મળી રહ્યાં છે. આ ત્રણેય સ્ટાર્સ એક સાથે પોલીસ વર્દીમાં શાનદાર લાગી રહ્યાં છે.

આ અગાઉ આ જ વર્ષે ઓક્ટોબરમાં આ ફિલ્મનો ફર્સ્ટ લૂક બહાર પાડવામાં આવ્યો હતો. ફિલ્મના ફર્સ્ટ લૂકમાં પણ અક્ષય, અજય અને રણવીર એક સાથે જોવા મળ્યાં હતાં. અક્ષય અને કેટરીના સાથે આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર, અને સિકંદર ખેર પણ જોવા મળશે. ફિલ્મના નિર્માતા કરણ જૌહર છે અને આ ફિલ્મને રોહિત શેટ્ટી નિર્દેશિત કરી રહ્યાં છે.

Related posts

શાહરુખ-પ્રભાસની ટક્કર થશે ઐતિહાસિક, સાલાર અને ડિંકી બતાવશે ભારતીય સિનેમા માટે સૌથી નફાકારક દિવસો !

Charotar Sandesh

પોતાની બહેન માટે બૂક કરાવ્યું પ્લેન, ન્યુઝને અફવા ગણાવતા કાર્યવાહી કરશે અક્ષય…

Charotar Sandesh

અભિનેતા પ્રભાસની આગામી ફિલ્મ રાધેશ્યામનું ટ્રેલર રિલીઝ થયું

Charotar Sandesh