મુંબઈ : અજય દેવગણ એક્ટિંગની સાથે પ્રોડક્શન પણ ધ્યાન આપી રહ્યો છે. તેના પ્રોડક્શન હાઉસનો અપકમિંગ પ્રોજેક્ટ રામસે બ્રધર્સના જીવન પર આધારિત હશે. અજય દેવગણે રામસે બ્રધર્સની બાયોપિકના અડેપ્ટેશનના રાઇટ્સ મેળવી લીધા છે. આ પ્રોજેક્ટ અજય દેવગણ પ્રીતિ સિન્હા સાથે મળીને કરશે. બંને સાથે મળીને આ પ્રોજેક્ટને પ્રોડ્યૂસ કરશે. પ્રીતિ પ્રોડ્યૂસર વિનય સિન્હાની દીકરી છે.
પ્રીતિએ જણાવ્યું કે, રામસે બ્રધર્સના પરિવારે મારાં અને અજય પર ઘણો જ વિશ્વાસ રાખીને રાઇટ્સ આપ્યા છે. તેઓ ત્રણ જનરેશનની પેશન, હાર્ડશીપ અને સક્સેસની જર્નીને બતાવવા ઉત્સુક છે જેમણે ભારતમાં હોરર એમ્પાયરની સ્થાપના કરી. હાલ તો તેઓ હજુ એ નક્કી કરી રહ્યા છે કે તેઓ રામસે બ્રધર્સના જીવન પર આધારિત ફિલ્મ બનાવશે કે વેબ સિરીઝ. આ પ્રોજેક્ટના રાઇટર રિતેશ શાહ છે. અજય આ પ્રોજેક્ટમાં એક્ટર તરીકે નહીં જોડાય.
રામસે બ્રધર્સને ભારતમાં હોરર જોનરના પાયોનિયર તરીકે ગણવામાં આવે છે. રામસે બ્રધર્સની ૭ ભાઈઓની ટીમ હતી. તેમણે ‘દો ગઝ ઝમીન કે નીચે’, ‘ગેસ્ટ હાઉસ’, ‘વીરાના’, ‘પુરાના મંદિર’, ‘દરવાઝા’ જેવી ફિલ્મો બનાવી હતી.