Charotar Sandesh
ચરોતર

અમરનાથ યાત્રા માટે વડોદરાના ૧૦ હજારથી વધુ યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ

વડોદરા,
૧લી જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે, ત્યારે વડોદરામાંથી ૧૦ હજારથી વધુ યાત્રાળુઓએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી દિધું છે. ગુજરાત ઉપરાંત દેશભરમાંથી અમરનાથ યાત્રા માટે જતા યાત્રાળુઓની સુરક્ષા માટે ચાલુ વર્ષે દરેક યાત્રાળુઓની બસને જીપીએસ ટેગીંગ કરવામાં આવશે. જેના પગલે યાત્રા વખતે જમ્મુ-કાશ્મીરના કોઈ સંવેદનશીલ વિસ્તારોમાં અથવા અન્ય કોઈ સ્થળે બસ ફસાઈ હશે તો તેનું લોકેશન સુરક્ષા દળોને મળતા મદદ પહોચાડી શકાશે.

ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૮માં અમરનાથ યાત્રામાં વલસાડની બસ પર જમ્મુ-કાશ્મીરમાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

પહેલ ગામના ચંદનવાડી ખાતે છેલ્લા ૨૨ વર્ષથી ભંડારો ચલાવતા મિલિન્દ વૈધે વધુમાં જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રાનું આયોજન કરતી શ્રી શ્રાઈન બોર્ડ દ્વારા ચાલુ વર્ષે ઓનલાઈન બુકીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી યાત્રાળુઓને બેંક ઓફ જમ્મુ-કાશ્મીર અથવા શ્રાઈન બોર્ડની ઓફિસમાં જઈ બુકીંગ કરાવવું પડતું હતું. ઓનલાઈન બુકીંગની વ્યવસ્થાથી હવે ઘર બેઠા યાત્રાળુઓ બુકીંગ કરી શકશે.

Related posts

3 આરોપીઓને વિદેશી દારૂ સાથે કુલ રૂ. ૨.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી આંકલાવ પોલીસ

Charotar Sandesh

ખંભાત હિંસાને પગલે આણંદ SP મકરંદ ચૌહાણ તેમજ ખંભાત પીઆઈ અને DySPની તાત્કાલિક ધોરણે બદલી…

Charotar Sandesh

MGVCLની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ સામાન્ય વરસાદમાં જ ખુલી : વીજળી ગૂલ થયાની ફરિયાદો થઈ

Charotar Sandesh