Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાએ ભારતને ૧૩ નૌસૈનિક તોપ વેચવાની મંજૂરી આપી, રૂ. ૭૧૦૦ કરોડમાં સોદો મંજુર…

USA : અમેરિકાએ ભારતને ૧૩ એમકે-૪૫ નૌસૈનિક તોપ વેચવાની મંજૂરી આપી છે. દરેક ઉપકરણ સાથે તેની કિંમત રૂ. ૭૧૦૦ કરોડ થશે. અમેરિકાના રક્ષા સોદાએ આપેલી આ મંજૂરી વિશે રક્ષા સુરક્ષા અને સહયોગ એજન્સી દ્વારા બુધવારે મોડી રાતે માહિતી આપવામાં આવી છે. આ સોદાને વિદેશી સૈન્ય વેચાણ અંતર્ગત સ્વીકૃતિ આપવામાં આવી છે.

રિપોર્ટ પ્રમાણે, આ તોપને અમેરિકન રક્ષા વિભાગે નૌસેના ઓપરેશન્સ માટે તૈયાર કરી છે. ભારતને તેનું અપગ્રેડ વર્ઝન સોંપવામાં આવશે, જેના બેરલની લંબાઈ અપેક્ષા કરતાં વધારે હશે. એમકે-૪૫ તોપ સબમરીન પરથી જમીન અને હવાઈ હુમલા કરવા માટે સક્ષમ છે.

ડીએસસીએએ સોદા માટે જરૂરી પ્રમાણપત્ર જાહેર કરી દીધું છે. હકીકતમાં કોઈ પણ સોદાને મંજૂરી આપવા માટે એજન્સી એક મહિનાનો સમય લેતી હોય છે. આ સમયગાળામાં સોદા સંબંધિત કોઈ પણ ફરિયાદ દાખલ કરી શકાય છે. આ સોદા અંતર્ગત તોપ લગાવવા કામમાં આવતા ૩૫૦૦ પ્રોજેક્ટાઈલ, દારૂગોળા અને અન્ય ઉપકરણ સહીત ભારતને વેચવામાં આવશે.

અમેરિકા ભારતીય સૈનિકોને આ બંદૂક ચલાવવાનું પ્રશિક્ષણ આપશે. આ તોપ મળવાથી ભારતીય નૌસેનાના દરિયાઈ ઓપરેશન્સની ક્ષણતા વધશે. ભારતીય સબમરીન્સ તેમની મદદથી અમેરિકન નૌસેના અને અન્ય નૌસેના સાથે મળીને સુરક્ષા અભિયાન ચલાવી શકશે. એમકે-૪૫ના આવ્યા પછી ભારતીય નૌસેનાના દરિયાઈ વિસ્તારમાં આવેલા અને ભવિષ્યના જોખમોનો ઉકેલ લાવવામાં મદદ કરશે.

અમેરિકન રક્ષા એજન્સી સોદા પ્રમાણે આ બંદૂકોના વેચાણથી આ વિસ્તારમાં સૈન્ય અસંતુલન ઉભુ નહીં થાય. એમકે-૪૫ તોપનું નિર્માણ લુઈસવિલ અને કેટંકીમાં કરવામાં આવી રહ્યું છે. એજન્સીએ કહ્યું છે કે, સોદા અંતર્ગત બંદૂકોને ભારત પહોંચાડવાનો ખર્ચ પણ અમેરિકા સહન કરશે. ટેક્નીકલ ડેટા અને અન્ય જરૂરી સહયોગી વિશે સમજૂતી બનાવવામાં આવી છે.

  • Nilesh Patel

Related posts

અમેરિકા, યુરોપ સહિત વિશ્વના કેટલાક દેશમાં ડેલ્ટા વેરિઅન્ટને લઇને ચેતવણી…

Charotar Sandesh

શ્રીલંકા આતંકી હુમલામાં સામે આવ્યું પાકિસ્તાની કનેક્શન, 9 પાકિસ્તાનીની ધરપકડ

Charotar Sandesh

અમેરિકામાં વધુ એક ગુજરાતી લુટાયો : ન્યુજર્સીમાં જ્વેલરી શો રૂમમાં ૧૦થી ૧૨ બુકાનીધારીએ લૂંટ ચલાવી, જુઓ વિડીયો

Charotar Sandesh