Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં એક જ પાર્ટીની બે સેલિબ્રિટી મહિલાઓ વચ્ચે વાકયુધ્ધ…

પ્રેસિડન્ટ પદની પૂર્વ તથા વર્તમાન ડેમોક્રેટ ઉમેદવાર મહિલાઓ હિલેરી ક્લિન્ટન તથા સુશ્રી તુલસી ગબ્બાર્ડ આમને સામને…

USA : અમેરિકામાં પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે તેવા સંજોગોમાં  એક જ પાર્ટીની બે સેલિબ્રિટી મહિલાઓ વચ્ચે વાકયુધ્ધ શરૂ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. જે મુજબ પ્રેસિડન્ટ પદની પૂર્વ તથા વર્તમાન ડેમોક્રેટ ઉમેદવાર મહિલાઓ હિલેરી ક્લિન્ટન તથા સુશ્રી તુલસી ગબ્બાર્ડ  આમને સામને આક્ષેપોની ઝડીઓ વરસાવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હિલેરી ક્લિન્ટને હિન્દૂ સાંસદ મહિલા સુશ્રી તુલસી ગબ્બાર્ડનું નામ લીધા વગર તેઓને  રશિયાનું પીઠબળ હોવાની શંકા સાથે દેશમાં એક ત્રીજું પરિબળ આકાર લઇ રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેના અનુસંધાને તુલસી ગબ્બાર્ડએ હિલેરી ક્લિન્ટનને યુદ્ધખોર તથા ભ્રષ્ટાચારની મૂર્તિ સમાન ગણાવ્યા હતા જેમના નેતૃત્વમાં ડેમોક્રેટ પાર્ટી નબળી પડી હોવાનો આક્ષેપ કર્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

  • Nilesh Patel

Related posts

જેફ બેઝોસે ૪ મિનિટ સ્પેસ ટૂર માટે અધધ ૫.૫ અબજ ડોલરનો ખર્ચ કર્યો !

Charotar Sandesh

નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધુ સાત કેસ અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં નોંધાયા

Charotar Sandesh

અમેરિકાએ દુર્વ્યવહાર કરતી ચીનની ૨૮ કંપનીઓને બ્લેક લિસ્ટ જાહેર કરી…

Charotar Sandesh