સંસ્થાના ૬ઠ્ઠા વાર્ષિક ઉત્સવ તથા છ માસિક બર્થ ડેની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરાઇઃ મેમ્બર્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી શુધ્ધ ચાંદીના સિક્કાની ભેટ અપાઇ…
USA : સીનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સીની દીવાળી… ૬ઠ્ઠી વર્ષગાંઠ અને છ માસિક બર્થ ડે સેલિબ્રેશન ૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ સવારે ૧૦ કલાકે સીનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સી સંસ્થાનો છઠ્ઠો વાર્ષિક દિવસ, દિવાળી અને છ માસિક બર્થડેની ઉજવણી જર્સી સિટીના ન્યુઅર્ક એવન્યુમાં આવેલ હંગ્રી રેસ્ટોરન્ટના વિશાલ ભવ્ય ડાઇનીંગ હોલમાં આનંદ ઉલ્લાસ પૂર્વક કરી હતી. સંસ્થાને છ વર્ષ પુરા થવાનો આનંદ હાજર રહેલા સર્વ સભ્યોના મુખારવિંદ ઉપર સ્પષ્ટ પણે દેખાતો હતો. સાથે સાથે દીવાળી અને નૃતન વર્ષાભિનંદન કરી આનંદ વ્યકત કરતા હર્ષની લાગણી અનુભવતા હતા. ત્રણસો સભ્ય સંખ્યા ધરાવતી સંસ્થાના પ્રમુખ શ્રી ડો.મહેન્દ્ર શાહની રાહબરી નીચે શ્રી વસંત શાહ, મયુરી પટેલ બંને સેક્રેટરી સહીત શ્રી કાન્તીભાઇ પટેલ, શ્રી સુરેન્દ્ર પટેલ, શ્રી ચોકસી, શ્રી પરેશ પંડ્યા, મીસીસ પ્રવિણા પંડ્યા, મીસીસ મીના અને મીસીસ ભાનુ શાહ તથા અન્ય કારોબારી સભ્યોના અથાક મહેનતથી સંપૂર્ણ કાર્યક્રમ અભુતપૂર્વક સફળતાથી પૂર્ણ થયેલ.
- Nilesh Patel