Charotar Sandesh
ગુજરાત

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિને લઇ હાર્દિક પટેલની હાજરીમાં રાજકોટમાં બેઠક

PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાનું જેલ મુક્તિને લઇને આજે રાજકોટમાં પાટીદાર આગેવાનો, પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા ખોડલધામ કાગવડના અગ્રણીઓ અને PAASના કન્વીનરો, કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સરદાર ભવન ખાતે બેઠક યોજાશે.

બેઠક પહેલા સુરતના PAAS કન્વીનર ધાર્મિક માલવિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યારે અહીંયા રાજકોટની PAAS ટીમની સાથે સાથે ગુજરાતમાંથી PAASન સાથી આંદોલનકારીઓ છે, તેની ઉપસ્થિતિ છે અને અમે રાજકોટ કલેકટરને આવેદન આપવા જઈ રહ્યા છે કે, અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત કરવામાં આવે અને હમણાં આણંદની અંદર થોડા સમય પહેલા જે પ્રકારની બની છે તેની પણ સત્તા અને કાયદાનો દુર ઉપયોગ થઈ રહ્યો છે, આંદોલનકારીઓને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આવા લોકો સામે કડક કાયવાહી કરવામાં આવે એ માગ સાથે કલેક્ટરને આવેદન આપીશું.

બેઠક બાબતે ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, આજે સરદાર ભવન ખાતે મીટીંગ મળવાની છે. પાટીદાર સમાજના આગેવાનો અને ખોડલધામ સાથે સંકળાયેલા આગેવાનો ઉપસ્થિતિ રહેશે સાથે સાથે પાટીદાર આંદોલન કારીઓની ટીમ છે તેમના આગેવાનો પણ ઉપસ્થિતિ રહેશે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિને લઇને બેઠકની અંદર ચર્ચા કરીને કઈ રીતના અલ્પેશને વહેલામાં વહેલી તકે જેલ મુક્ત કરાવી શકીએ તેના માટે સમાજના આગેવાનો અને સમાજના સર્વ લોકો સાથે મળીને અમે એક રણનીતિ તૈયાર કરીશું, આ બેઠકમાં ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે હાર્દિક પટેલ સહીત અમારી PAAS ટીમના જે પણ મુખ્ય આંદોલનકારીઓ સહીત રાજકોટના આંદોલનકારીઓ બેઠકમાં હાજર રહેશે.

ધાર્મિક માલવિયા વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ચાર સાડાચાર વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે, આંદોલનની અંદર જે પણ કેસો થયા છે એ સરકારની બાદ દાનતને લઇને થયા છે. આંદોલનકારીઓને એવા કોઈ પણ ગુનાઓ કર્યા નથી કે, તેને જેલ ભોગવવી પડે.

Related posts

અનિર્ણિત રૂપાણી સરકારનો યૂ-ટર્ન : ખુલેલી દુકાનોને ફરીથી બંધ કરાવી…

Charotar Sandesh

પેટ્રોલ-ડીઝલની ૪૦% સપ્લાય ઓછી, અનેક પેટ્રોલ પંપ ઉપર લાગ્યા નો પેટ્રોલના બોર્ડ : પેટ્રોલ પંપ એસોસિયેશને શું કહ્યું, જુઓ

Charotar Sandesh

રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, ૧૦ ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર…

Charotar Sandesh