Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડકપઃ ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત કૌર કેપ્ટન

ટીમમાં બંગાળની રિચા ઘોષ નવો ચહેરો, સ્મૃતિ મંધના વાઇસ કેપ્ટન…

મુંબઇ : ઓસ્ટ્રેલિયામાં રમાનારા ICC મહિલા T-૨૦ વર્લ્ડકપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી છે. જેનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે, જયારે વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના રહેશે. બંગાળની રિચા ઘોષને નવા ચહેરા તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી છે. રિચા ઘોષે તાજેતરમાં મહિલા ચેલેન્જર ટ્રોફીમાં ૩૬ રનની તોફાની ઈનિંગ રમી હતી.
આઈસીસી મહિલા વર્લ્ડ ટી-૨૦ ટુર્નામેન્ટ ૨૧ ફેબ્રુઆરીથી ૮ માર્ચ, ૨૦૨૦ સુધી ઓસ્ટ્રેલિયામાં રમાશે. ભારતીય ટીમને એ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે રાખવામાં આવી છે.

ભારતીય ટીમ ટુર્નામેન્ટની શરૂઆત સિડનીમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે ૨૧ ફેબ્રુઆરી રમનારી મેચથી કરશે. જે બાદ તેનો સામનો ૨૪ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ, ૨૭ ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ અને ૨૯ ફેબ્રુઆરીએ શ્રીલંકા સામે થશે. ૩૧ જાન્યુઆરીથી યોજાઈ રહેલી આ ત્રિકોણીય સીરિઝ ભારત અને ઓસ્ટ્રેલિયા તેમજ ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે.
ટી-૨૦ વર્લ્ડકપ માટે ભારતીય મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્ઝ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણ

ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય વિમેન્સ ટીમ :
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મ્રિતિ મંધાના, શૈફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દિપ્તી શર્મા, વેદા ક્રિષ્નામૂર્તિ, રિચા ઘોષ, તાનિયા ભાટિયા, પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરૂંધતિ રેડ્ડી અને નુઝત પરવીન.

Related posts

બીજી ટેસ્ટમાં ભારત ૨૪૨ રનમાં ઓલઆઉટ, પ્રથમ દિવસના અંતે ન્યૂઝીલેન્ડ ૬૩/૦

Charotar Sandesh

પ્રથમ વન-ડેમાં ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો વિજય, ટી૨૦નો બદલો લીધો…

Charotar Sandesh

ભારતના અભિષેક વર્માએ તીરંદાજી વર્લ્ડકપમાં ઐતિહાસિક ગોલ્ડ જીત્યો…

Charotar Sandesh