Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં મુખ્‍યમંત્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં રૂા.૨૪.૨૧ કરોડના ત્રણ વિકાસ પ્રકલ્‍પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત…

આણંદમાં અદ્યતન સિવિલ હોસ્‍પિટલના નિર્માણ માટેની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે – મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્‍યમંત્રીના હસ્‍તે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.અટલ બિહારી વાજપેઇજીની પૂર્ણ કદની પ્રતિમા નિર્માણ કામગીરીનું ખાતમુહૂર્ત…

આણંદ : મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું છે કે રાજય સરકારે શહેરોના સંતુલિત વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી, જયાં માનવી ત્‍યાં સુવિધાના સંકલ્‍પને સાકાર કર્યો છે. જીડીપીની સાથે નાગરિકોનો હેપ્‍પીનેસ ઇન્‍ડેક્ષ વધે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.

મુખ્‍યમંત્રીએ ઉમેર્યું કે દિન પ્રતિદિન શહેરીકરણનો વ્‍યાપ વધી રહયો છે, ત્‍યારે નગરપાલિકાઓ દ્વારા લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી વિવાદ નહીં પરંતુ સંવાદથી નાગરિકોને સાથે લઇ પાયાની અને માળખાગત સુવિધાઓ પૂરી પાડી છે. આણંદમાં અદ્યતન સિવિલ હોસ્‍પિટલના નિર્માણ માટેની કાર્યવાહી ટૂંક સમયમાં જમીનની પસંદગી કરી પૂર્ણ કરવામાં આવશે તેમ મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે દૂધનગરી આણંદ ખાતે પંચાયત રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્‍થિતિમાં નગરપાલિકા દ્વારા શહેરના લોટેશ્ચર તળાવ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.અટલ બિહારી વાજપેઇજીની પૂર્ણ કદની પ્રતિમા નિર્માણ કામગીરીનું ખાતમુહૂર્ત કરવા સાથે આણંદ નગરપાલિકા સંકુલ સામે એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાનું તેમના જન્મદિને અનાવરણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ આણંદ નગરપાલિકા દ્વારા રૂા.૬.૧૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલ બાકરોલ તળાવ, અવકુડા દ્વારા રૂા.૧.૨૦ કરોડના ખર્ચે નિર્મિત કૃષિ કોલેજથી દાંડી માર્ગનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અમૃત પ્રોજેકટ હેઠળ રૂા.૧૬.૮૬ કરોડના ખર્ચે ટી.પી.નં.૯ માં અમૂલ ડેરી રોડ ઉપર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા ફૂટપાથ નવીનીકરણ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂા.૨૪.૨૧ કરોડના ત્રણ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જનવિકાસ ઝુંબેશ અંતર્ગત તારાપુર તાલુકાના ૧૦૦૦ ઉપરાંત લાભાર્થીઓને યોજનાકીય સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બંને મહાનુભાવોની યાદો અવિસ્‍મરણીય રહે તે માટે આણંદ નગરપાલિકાએ કરેલ કાર્યને તેમણે બિરદાવ્‍યું હતું.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, સાંસદ લાલસિંહ વડોદિયા, ધારાસભ્‍ય મયુરભાઇ રાવલ, ગોવિંદભાઇ પરમાર, પૂર્વ સાંસદ દિલીપભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, પૂર્વમંત્રીશ્રી રોહિતભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્‍ય શ્રીમતી જ્યોત્‍સનાબેન પટેલ, પક્ષ અગ્રણી અમિતભાઇ શાહ, મહેશભાઇ પટેલ, પદાધિકારીઓ, નગરસેવકો, અધિકારીઓ સહિત વિશાળ સંખ્‍યામાં નગરજનો હાજર રહયા હતા.

Related posts

આણંદ શહેરમાં ગોપાલ ચોકડી પાસે ઈન્ડીયન બેંકના એટીએમમાં લાગી હતી આગ…

Charotar Sandesh

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈ પત્રકાર પરિષદ યોજી : જુઓ શું કહ્યું…

Charotar Sandesh

સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરીનું સ્થળાંતર : ગામડી, વાસદ, સામરખા, ચિખોદરાના રહીશોએ જુના સેવા સદન ખાતે સંપર્ક કરવો

Charotar Sandesh