Charotar Sandesh
બોલિવૂડ

‘ઇન્શાઅલ્લાહ’માં આલિયાની સાથે વધુ એક ફીમેલ લીડ રહેશે…

મુંબઈ,
સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’માં આલિયા ભટ્ટની સાથે અન્ય ફીમેલ એક્ટર પણ રહેશે કે જેમાં સલમાન ખાન લીડ રોલમાં છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ભણસાળીની મોટા ભાગની ફિલ્મ્સમાં થર્ડ લીડ એંગલ જરૂર હોય છે, પછી એ ‘બાજીરાવ મસ્તાની’ હોય કે, ‘પદ્માવત’ કે પછી ‘હમ દિલ દે ચૂકે સનમ’. ‘ઇન્શાઅલ્લાહ’ પણ એક એવી જ ફિલ્મ છે. સલમાન અને આલિયાની આ લવ ડ્રામામાં પ્રમાણમાં કોઈ નવી એક્ટ્રેસ સેકન્ડ ફીમેલ લીડ રોલ પ્લે કરશે.

સલમાન અને આલિયા લીડ રોલ્સમાં છે, પરંતુ સેકન્ડ લીડની પણ મહત્વની ભૂમિકા રહેશે.’ ‘ઇન્શાઅલ્લાહ’માં સલમાન ફોર્ટીઝની એજના બિઝનેસમેન તરીકે જ્યારે આલિયા યંગ અને ઊભરતી એક્ટરના રોલમાં છે. સલમાનનું કૅરૅક્ટર તેનાથી વીસ વર્ષ નાની ઉંમરની ગર્લની સાથે રોમાન્સ કરશે.

Related posts

એસ એસ રાજમૌલિની ‘RRR’ ફિલ્મમાં ત્રણ નવા હોલિવૂડ એક્ટર્સની એન્ટ્રી…

Charotar Sandesh

કરણ જૌહરની પાર્ટીના વાયરલ વીડિયોની તપાસ કરશે એનસીબી…

Charotar Sandesh

આજકાલના ફિલ્મી ગીતો લાંબું ટકતાં નથી : ભાગ્યશ્રી

Charotar Sandesh